GSTV

રાષ્ટ્રપતિ ભવનમાં ડોનાલ્ડ ટ્રમ્પનું ભવ્ય સ્વાગત, મેલાનિયા-ઈવાંકા પણ સાથે

Last Updated on February 25, 2020 by Arohi

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. જ્યા પીએમ મોદીએ ટ્રમ્પને આવકાર્યા હતા. ટ્રમ્પના સ્વાગત માટે રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ. ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવન પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા.  ટ્રમ્પના ભારત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ પ્રથમ દિવસે અમદાવાદમાં ગાંધી આશ્રમ અને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરાની મુલાકાતે ગયા હતા. મોટેરામાં તેમણે સંબોધન કર્યુ હતુ. અમદાવાદ બાદ ટ્રમ્પ તાજમહેલની મુલાકાતે ગયા હતા.

ઈવાન્કા ટ્રમ્પ પણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેમના સ્વાગત માટે રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે ટ્રમ્પના પુત્રી ઈવાન્કા ટ્રમ્પ પણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

 આજે ડિફેન્સ ડીલ થઈ શકે છે પાક્કી

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસના બીજા દિવસે આજે તેઓ દિલ્હીમાં પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. આજે ટ્રમ્પનું રાષ્ટ્રપતિ ભવનમાં સવારે 10 કલાકે ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત થશે. ત્યારબાદ 10 કલાકને 30 મિનીટ પર ટ્રમ્પ રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધી પર પુષ્પાંજલી અર્પિત કરશે. સવારે 11 કલાકે હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી સાથે તેમની ઔપચારિક બેઠક થશે. બપોરે 12.40 મિનિટે હૈદરાબાદ હાઉસમાં જ સહમતિ પત્રોનું આદાન-પ્રદાન થશે. તેમજ તેઓ સંયુક્ત પત્રકાર પરિષદ યોજશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ બિઝનેસ સમિટમાં ભાગ લેશે. તેમજ અમેરિકન દૂતાવાસ ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. અન્ય કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ રાત્રે 10 કલાકે અમેરિકા માટે રવાના થશે.

ટ્રમ્પનો કાર્યક્રમ                       

સવારે ૯.૫૫ વાગે

  • રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વાગત સમારોહ

સવારે ૧૦.૪૫ વાગે

  • રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલી

સવારે ૧૧.૨૫ વાગે

  • હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા
  • પીએમ મોદી અને ટ્રમ્પની સંયુક્ત પત્રકાર પરિષદ

બપોરે ૨.૫૫ વાગે

  • રુઝવેલ્ટ હાઉસની મુલાકાત
  • બિઝનેસ સમિટમાં થશે સામેલ

સાંજે ૪ વાગે

  • અમેરિકન દૂતાવાસની મુલાકાત

સાંજે ૭.૨૫ વાગે

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે ટ્રમ્પ

રાત્રે ૮ વાગે

  • સ્ટેટ બેંકવેટનો કાર્યક્રમ

રાત્રે ૧૦ વાગે

  • અમેરિકા જવા માટે રવાના

Read Also

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!