અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, ભારતની બે દિવસીય મુલાકાત દરમિયાન, ગુજરાતના મોટેરા સ્ટેડિયમમાં તેમના સંબોધન દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદા અંગે મોટું નિવેદન આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અમેરિકા માટેનું સૌથી મોટું બજાર છે. યુએસ અને ભારત વચ્ચે ટૂંક સમયમાં વેપાર કરાર પર હસ્તાક્ષર થશે, મોદી ખૂબ જ કડક વાર્તાકાર છે. ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપારમાં 40 ટકાનો વધારો થયો છે.
આ સાથે જ ટ્રમ્પે કહ્યું કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ અંતરિક્ષ કાર્યક્રમમાં સાથે મળીને કામ કરશે. ટ્રમ્પે કહ્યું કે અમે ભારત સાથે 3 બિલિયન ડોલરની હેલિકોપ્ટર ડીલ કરીશું. ટ્રમ્પે કહ્યું કે અમે મંગળવાર (25 ફેબ્રુઆરી) ના રોજ 3 અબજ ડોલરના સંરક્ષણ કરાર કરીશું.

ચીનને પછાડી ભારત સૌથી મોટું વેપારી ભાગીદાર
યુએસ હવે ચીનને પાછળ છોડી ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું છે. આ ભારત અને અમેરિકા વચ્ચે વધતા જતા વેપાર સંબંધો દર્શાવે છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા મુજબ, વર્ષ 2018-19માં ભારત અને યુએસ વચ્ચે 87.95 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. આ સમયગાળા દરમિયાન ચીન સાથે ભારતનો દ્વિપક્ષીય વેપાર 87.07 અબજ ડોલર રહ્યો છે. એ જ રીતે, 2019- 20 માં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન અમેરિકા સાથે ભારતનો દ્વિપક્ષીય વેપાર 68 અબજ ડોલર હતો, જ્યારે ભારત અને ચીનનો દ્વિપક્ષીય વેપાર 64.96 અબજ ડોલર રહ્યો છે.
READ ALSO
- ફફડાટ/ કોરોનાના આ સ્ટ્રેન દેશમાં ઘૂસ્યા તો રસીકરણ અભિયાન જશે ફેલ, સાજા થનારને બિમાર કરે એટલો ભયંકર
- બર્ડ ફ્લૂનો ડર : FSSAIએ જાહેર કરી એડવાઈઝરી- અડધુ પાકેલું ચિકન અને ઈંડા ખાવાનું ટાળો
- ખૂલી પોલ/ મોદીની ભાજપ ભલે વાહવાહી કરે પણ ભારતમાં અહીં મોદી નથી લોકપ્રિય, સત્તાઓ ઉથલાવી એ કપરાં ચઢાણ
- સ્વાભિમાની ભારતની સફળતાની કહાની, ભારતનું પ્રથમ સ્પેસ લોન્ચ સ્ટાર્ટઅપ સ્કાઈરૂટ એરોસ્પેસ
- બેદરકારી/ અમદાવાદ શહેરના ઐતિહાસિક વિસ્તાર સાથે મજાક, માણેકચોક રિડેવલપમેન્ટ પ્રોજેકટ અભરાઈએ ચડ્યો