GSTV

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- હું અહીં ફરી આવીશ, ટૂંક સમયમાં અમે મોટી ટ્રેડ ડીલ કરીશું

ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ પુરો કરીને અમેરિકા જવા રવાના થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- મારા માટે આ બે દિવસ વિશેષ રહ્યા છે. હું અહીં ફરી આવીશ. હું જ્યારે માત્ર બિઝનેસમેન હતો ત્યારે એક વખત ભારત આવ્યો હતો. ટૂંક સમયમાં અમે મોટી ટ્રેડ ડીલ કરીશું. પ્રધાનમંત્રી મોદી સાથે ઘણા મુદ્દાઓ પર વાત થઇ. ભારત-અમેરિકા વચ્ચે ઘણા ઘનિષ્ઠ સંબંધ છે.

ઐતિહાસિક કલાકૃતિઓ વિશે જાણકારી મેળવી

બે દિવસના પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે મંગળવારે મોડી સાંજે ડિનર માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ ટ્રમ્પ અને મેલાનિયાએ રાષ્ટ્રપતિ ભવનમાં રાખેલી ઐતિહાસિક કલાકૃતિઓ વિશે જાણકારી મેળવી હતી. દરબાર હોલમાં બન્ને દેશા રાષ્ટ્રપતિએ સાથે તસવીર ખેંચાવી હતી.

રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત હતા આ મહાનુભાવો

રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રમ્પ અને મેલાનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ, લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી. ઘણા કેન્દ્રીય મંત્રી પણ અહીં ઉપસ્થિત હતા. તે સિવાય કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા, તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ, આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ હાજર રહ્યા હતા. રાજકીય દિગ્ગજો સિવાય સંગીતકાર એ.આર.રહેમાન અને શેફ વિકાસ ખન્ના પણ હાજર રહ્યા હતા.

મહેમાનો માટે આ વાનગીઓ બનાવવામાં આવી

સૂપમાં લેમન ગ્રાસ અને ઇલાયચી શોરબા અને સ્મોક્ડ ઓરેન્જ પીલ પન્ના કોટ્ટા મેનુમાં સામેલ કરવામાં આવ્યા હતા. સ્ટાર્ટરમાં કાજૂ સ્પાઇસ્ડ સેલમનની વ્યવસ્થા હતી. મુખ્ય વાનગીમાં રોગન ગ્રેવી અને રાન આલિશાન, ભારતીય મસાલોથી બનાવવામાં આવેલા શાકથી બનેલા જરખેજ જમીન, પાલક ગ્રેસી સાથે અંજીર મલાઇ કોફ્તા, દાલ રાયસીના, દમ ગોશ્ત બિરયાની શીરમલ, મિસ્ટી રોટી, નાન, તંદૂરી રોટી, મેથી કુલચા અને પુદીના રાયતા તૈયાર કરવામાં આવ્યા હતા. મિઠાઇઓમાં વેનીલા આઇસ્ક્રીમ સાથે હેઝલનટ પાઇ વિથ સોલ્ટી કેરેમલ સોસ અને માલપુઆ રબડી રોલ બનાવવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

કોરોના સામે લડવા આ રાજ્ય ‘ઓપરેશન શિલ્ડ’ના શરણે : જાણો શું થાય છે આવા સમયે ?

Mayur

કોરોનાના કહેર વચ્ચે પાકિસ્તાનની અવળચંડાઈ, ભારત સાથે દુશ્મની નિભાવવા પોતાના જ દેશના લોકોના જીવ જોખમમાં મુક્યાં

Nilesh Jethva

સમગ્ર દુનિયામાં કોરોનાના 15 લાખથી વધુ દર્દી, 88 હજારની પાર પહોંચ્યો મૃત્યાંક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!