GSTV
Home » News » અફઘાનિસ્તાનમાં ISISની વધતી સક્રિયતા મામલે ટ્રમ્પનાં ફરિયાદી સૂર, ભારત-પાક.ની ઝાટકણી કાઢી

અફઘાનિસ્તાનમાં ISISની વધતી સક્રિયતા મામલે ટ્રમ્પનાં ફરિયાદી સૂર, ભારત-પાક.ની ઝાટકણી કાઢી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ભારતને અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ સામેની લડાઇમાં  સામેલ થવા જણાવ્યું છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારોની સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સામેની લડાઇમાં ભારત સહિત રશિયા, તુર્કી, ઇરાક અને પાકિસ્તાને પોતાની ભૂમિકા અદા કરવાની જરૂર છે.

ટ્રમ્પે ફરિયાદના અંદાજમાં કહ્યું કે 7000 માઇલ દૂર અમેરિકા અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓની વિરૂદ્ધ ઓપરેશન ચલાવી રહ્યું છે. જ્યારે કે બાકીના દેશો જરા પણ સહયોગ કરી રહ્યા નથી. અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન આઇએસઆઇએસની વધતી સક્રિયતાના સવાલ પર ટ્રમ્પે કહ્યું કે ભારત ત્યાં હાજર છે પરંતુ તેઓ લડાઇ લડી રહ્યા નથી. જ્યારે કે અમે લડી રહ્યા છીએ.

જગત જમાદારે કહ્યું કે પાકિસ્તાનના ઠીક દરવાજા પર લડાઇ છે. તેઓ લડી તો રહ્યા છે પરંતુ બહુ જ ઓછો પ્રયાસ કરી રહ્યા છે. જ્યાં ક્યાય પણ ISISની ઉપસ્થિતિ છે ત્યાં ગમે ત્યારે જે તે દેશોને તેની સામે લડાઇ લડવી જ પડશે. ત્યારબાદ ટ્રમ્પે તે દેશોના નામ પણ ગણાવ્યા જેમાં રશિયા, તુર્કી, ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતનો ઉલ્લેખ કર્યો.

READ ALSO

Related posts

NRG સ્ટેડિયમમાં ભારતીય-અમેરિકન શેયર કરશે સપના, ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં 50 હજાર લોકો રહેશે હાજર

Riyaz Parmar

રિપોર્ટરનો દાવો- ‘મરેલા માણસનું નિવેદન લેવાની કોશિશ કરી પણ તેણે કેમેરા સામે બોલવાની ના પાડી’

Kaushik Bavishi

ભારે બફારા બાદ વાતાવરણમાં આવ્યો પલટો, રાજ્યના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!