અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વાઈટ હાઉસમાં શું નથી ગમતું, કર્યું TWEET

અમેરિકામાં જારી શટડાઉન બાદ ડેમોક્રેટ્સ અને રિપબ્લિકનમાં આરપારની લડાઈ ચાલી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ વ્હાઈટ હાઉસમાં એકલા પડી ગયા છે. ટ્રંપે ફ્લોરિડામાં અપને મારા લાગો રિસોર્ટની યાત્રા રદી કરી દીધી અને કહ્યું કે તેઓ વ્હાઈટ હાઉસમાં એકલા હતા. અને આંશિક રૂપથી ઠપ પડેલા સરકારી કામકાજને શરૂ કરવા માટે ડેમોક્રેટ્સની વાતચીત મેજ સુધી આવવાની રાહ જુએ છે.

સરકારી વિભાગોની ગતિવિધિઓ આંશિક રૂપે ઠપ થવાને ત્રણ દિવસ વિતી ગયા છે. ટ્રંપની અમેરિકા-મેક્સિકો સરહદ પર દીવાલ નિર્માણ માટે નાણાકીય માગને લઈને ડેમોક્રેટ્સ સાથે વિવાદ ઉભો થયો છે. ક્રિસમસની પૂર્વ સંધ્યા પર વ્હાઈટ હાઉસમાં એકલા રહી ગયેલા ટ્રંપે આખો દિવસ ટિકાકારો પર પ્રહારો કરીને વિતાવ્યો હતો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter