GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

મોદી 28મી તારીખે પહોંચશે ન્યૂયોર્ક, 22મીથી વિદેશમાં પીએમના ભરચક કાર્યક્રમો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સેશનને સંબોધીત કરશે. યુએનની મહાસભાના 74માં સેશન માટે વૈશ્વિક નેતાઓની યાદી જાહેર કરાઇ છે.

આ પહેલા પીએમ મોદી હ્યૂસ્ટનમાં 22 સપ્ટેમ્બરે ભારતીય સમુદાય દ્વારા આયોજીત હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે. અમેરિકાના પ્રવાસમાં પીએમ મોદી જનરલ એસેમ્બલી દરમિયાન કેટલાક આંતરરાષ્ટ્રીય નેતાઓની સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય મંત્રણામાં સામેલ થશે.

આ પહેલા મોદીના પહેલા કાર્યકાળના પહેલા વર્ષે 2014માં તેમણે યુએન મહાસભાના સેશનને  સંબોધિત કર્યુ હતુ. આ ઉપરાંત પીએમ મોદી 23 સપ્ટેમ્બરે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની યજમાનીમાં જળવાયુ પરિવર્તન પર થનારી વિશેષ બેઠકને સંબોધીત કરશે.

ત્યારબાદ 24-25  સપ્ટેમ્બરે તેઓ યુએનના સ્થાઇ વિકાસ લક્ષ્ય પર યોજાનારી સમિટમાં પણ સામેલ થશે. પીએમ મોદીની પહેલા પાકિસ્તાની વડાપ્રધાન 27 સપ્ટેમ્બરે યુએન મહાસભામાં સંબોધન કરશે.

READ ALSO

Related posts

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva

સુરતના સચીન વિસ્તારમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!