GSTV

યુએસમાં પીએમ: વ્હાઈટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરીકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત

Last Updated on September 24, 2021 by pratik shah

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરવા માટે વ્હાઈટ હાઉસ પહોંચી ચૂક્યા છે. થોડીક ક્ષણોમાં બન્ને વચ્ચે મહત્વની બેઠક યોજાશે. જો બાઈડન અને પીએમ મોદીની મુલાકાત પહેલા ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્વિટ કરીને જણાવ્યું કે મેં અમેરીકા અને ભારતની વચ્ચે રણનીતિક ભાગીદારીને લઈને પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.

This morning I’m hosting Indian Prime Minister Narendra Modi at the White House for a bilateral meeting. I look forward to strengthening the deep ties between our two nations, working to uphold a free and open Indo-Pacific, and tackling everything from COVID-19 to climate change.— President Biden (@POTUS) September 24, 2021

એક સાથે કામ કરતા અમે મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર પ્રગતિ કરી શકીએ છીએ. તેમાં કોવિડ-19 મહામારીથી લઈને જળવાયુ સંકટ સુધી લોકતંત્રને મજબૂત કરવાનું અને તેની રક્ષા કરવાનું શામેલ છે.તમને જણાવી દઈએ કે યુએસના રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમ વખત રાષ્ટ્રપતિ જો બાઈડન અને પીએમ મોદી વચ્ચે મુલાકાત.

વ્હાઇટ હાઉસની મુલાકાત વખતે જો બાઈડેન વડા પ્રધાન મોદીને આવકારવા દરવાજા સુધી આવ્યા ન હતા. આ પહેલાની મુલાકાત વખતે પ્રમુખ ટ્રમ્પ અને મેલેનિયા નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા દરવાજે આવ્યા હતા. સોશિયલ મીડિયા પર બાઈડેનની આ મહેમાનગતી પણ ચર્ચાસ્પદ બની હતી.

વ્હાઇટ હાઉસમાં પીએમ મોદી-બિડેનની બેઠક

ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. અહીં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી રહ્યા છે. આ બેઠકમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધારવાની સંભાવના છે. આ સાથે, કોરોના મહામારી, આબોહવા પરિવર્તન પર પણ ચર્ચા થશે.

બીજી તરફ અમેરીકન રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને જણાવ્યું કે આજે સવારે હું એક દ્વીપક્ષીય બેઠક માટે વ્હાઈટ હાઉસમાં ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યજમાની કરી રહ્યો છું, હું આપણા બન્ને દેશો વચ્ચે ગાઢ સંબધોને મજબૂત કરવા અને એક સ્વતંત્ર અને ઈન્ડો પેસિફિકને બનાવી રાખવા અને કોવિડ-19ને લઈને જળવાયું પરિવર્તન સુધી તમામ બાબતો પર વાત કરવા માટે તત્પર છું.

READ ALSO

Related posts

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!