GSTV

US ઓપન મેન્સ સિંગલમાં યોકોવિચ અને ફેડરર આસાન વિજય સાથે પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં

Last Updated on September 1, 2019 by Mansi Patel

સર્બિયાના ડિફેન્ડિંગ ચેમ્પિયન અને વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચે ખુબ જ આસાનીથી અમેરિકાના ડેનિસ કુલ્ડાને ૬-૩, ૬-૪, ૬-૨થી હરાવીને યુએસ ઓપન મેન્સ સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. યોકોવિચ અગાઉ ૩૮ વર્ષના સ્વિસ લેજન્ડ ફેડરરે બ્રિટનના ડાન ઈવાન્સની સામે ૬-૨, ૬-૨, ૬-૧થી વિજય મેળવતા અંતિમ-૧૬માં પ્રવેશ પ્રાપ્ત કરી લીધો હતો. હવે રાઉન્ડ ઓફ ૧૬માં યોકોવિચનો મુકાબલો સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કા સામે થશે. જ્યારે ફેડરરની ટક્કર બેલ્જીયમના ગોફિન સામે થશે. 

ગોફિને ત્રીજા રાઉન્ડની મેચમાં સ્પેનના કારેનો બુસ્ટાને ૭-૬ (૭-૫), ૭-૬ (૧૧-૯), ૭-૫થી પરાસ્ત કર્યો હતો. જ્યારે પાંચમો સીડ ધરાવતા મેડ્વડેવે ભારે સંઘર્ષ બાદ સ્પેનના ફેલિસિનો લોપેઝ સામે ૭-૬ (૭-૧), ૪-૬, ૭-૬ (૯-૭), ૬-૪થી જીત હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી ડે મિનારે સાતમો સીડ ધરાવતા જાપાનીઝ ખેલાડી નિશિકોરીને ૬-૨, ૬-૪, ૨-૬, ૬-૩થી પરાસ્ત કરતાં ત્રીજા રાઉન્ડમાં અપસેટ ર્જ્યો હતો.

જર્મનીના કોપ્ફેરે જ્યોર્જિયાના બાસિલાશ્વિલી સામે ૬-૩, ૭-૬ (૭-૫), ૪-૬, ૬-૧થી વિજય મેળવતા અંતિમ૧૬માં સ્થાન મેળવ્યું હતુ. હવે મેડ્વેડેવ અને કોપ્ફેર વચ્ચે મુકાબલો થશે.બલ્ગેરિયાના ડિમિટ્રોવે પોલેન્ડના માજચેર્ઝાક સામે ૭-૫,૭-૬ (૧૦-૮), ૬-૨થી વિજય મેળવ્યો હતો. ૨૩મો સીડ ધરાવતા સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કાએ ઈટાલીના પાઓલો લોરેન્ઝીને ૬-૪, ૭-૬ (૧૧-૯), ૭-૬ (૭-૪)થી પરાસ્ત કર્યો હતો.

READ ALSO

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

EPFO: મોદી સરકાર આ સપ્તાહે સાડા 6 કરોડ લોકો માટે લાવી શકે છે ખુશખબર, ઘરે બેઠા કરી શકશો એકાઉન્ટ ચેક

Pritesh Mehta

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!