GSTV

અમેરિકાએ દરિયામાં એવો કર્યો ખતરનાક પ્રયોગ કે 3.9ની તિવ્રતાનો આવી ગયો ભૂકંપ, પાણીમાં થયો જોરદાર ધડાકો

Last Updated on June 22, 2021 by pratik shah

એક તરફ અમેરિકાના રશિયા સાથેના સબંધો હાલમાં એટલા સારા નથી અને બીજી તરફ સાઉથ ચાઈના સીમાં ચીનની વધતી તાકાતને પણ કાબૂમાં રાખવા માટે અમેરિકા પ્રયાસ કરી રહ્યું છે. આ બંને દેશો સાથે તનાવની વચ્ચે અમેરિકા નવા હથિયારો પર કામ કરી રહ્યું છે અને તેના ભાગરુપે અમેરિકાની નેવીએ દુનિયાના સૌથી શક્તિશાળી પરંપરાગત બોમ્બનું પરિક્ષણ કર્યું છે. આ બોમ્બનુ વજન 18,000 કિલોગ્રામ હતું અને તેને દરિયામાં અમેરિકાના વિમાન વાહક જહાજ જીરાલ્ડ ફોર્ડ પાસે નાંખવામાં આવ્યો હતો.

નેવીએ તેનો વિડિયો રિલિઝ કર્યો છે અને તેમાં જોઈ શકાય છે કે, પાણીમાં જોરદાર ધડાકા બાદ ભૂકંપ આવ્યો હોય તેમ આસપાસનું વાતાવરણ કાંપી રહ્યું છે. નૌસેનાએ તેને ફુલ શિપ શોક ટેસ્ટ ગણાવ્યો છે. આ વિસ્ફોટથી દરમિયાની નીચે 3.9 રિકટર સ્કેલનો આંચકો અનુભવાયો હતો.

નૌસેનાએ અમેરિકાના ફ્લોરિડા દરિયા કાંઠાથી 100 માઈલ દુર દરિયામાં આ પરીક્ષણ કર્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે, બોમ્બનો પાણીની અંદર વિસ્ફોટ થયો હતો અને તે વખતે વિમાન વાહક જહાજ સપાટી પર હંકારી રહ્યું હતું. ટેસ્ટ એટલે કરવામાં આવ્યો હતો કે, બોમ્બના હુમલાને વિમાન વાહક જહાજ કેટલી હદે સહન કરી શકે છે તે જાણી શકાય.

જોકે આ વિસ્ફોટનો વિડિયો પણ વાયરલ થયો છે. નવ લાખ લોકો તેને જોઈ ચુક્યા છે. અમેરિકન નૌસેનાનું કહેવું છે કે, વિસ્ફોટ સુરક્ષિત રીતે કરાયો હતો. પર્યાવરણ પર તેની કોઈ અવળી અસર નહીં પડે. એવી પણ ચર્ચા છે કે, આવા બે ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

અફઘાનિસ્તાને તાલિબાની આતંકીઓ પર લગામ કસવા લીધો મોટો નિર્ણય, 31 પ્રાંતોમાં લગાવ્યો નાઇટ કર્ફ્યુ

Bansari

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

Bansari

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!