GSTV

US નેવીની તાકાત થશે બમણી / રોબોર્ટ યુદ્ધ જહાજમાં SM-6 મિસાઈલથી સજ્જ AI કરાશે તૈનાત

Last Updated on September 9, 2021 by Pritesh Mehta

અમેરિકા રોબોર્ટ યુદ્ધ જહાજની મદદથી નેવીની તાકાતમાં વધારો કરી રહ્યુ છે. આ યુદ્ધ જહાજમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમા એસએમ-6 મિસાઈલ પણ તૈનાત કરવામાં આવી છે.

નેવી

અમેરિકન નેવી હાલ વધુ બે પ્રોટોટાઈપ જહાજ ખરીદવાની યોજના બનાવી રહી છે. અમેરિકાના રોબોર્ટ યુદ્ધ જહાજ 172 ફૂટ લાંબુ છે. અને અત્યાધુનિક કોમ્પ્યુટર તથા સંચાર ટેક્નોલોજિથી લેસ છે. યુદ્ધ જહાજના સંચાલન માટે અમેરિકાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજિનો ઉપયોગ કર્યો છે. જેને અમેરિકાની દિગ્ગજ કંપની રેથિયાને બનાવી છે. અમેરિકાના બન્ને રોબોર્ટ યુદ્ધ જહાજ 4000 સમુદ્રી મીલની યાત્રા કરી ચુક્યા છે. બન્ને યુદ્ધ જહાજ પનામા નહેરમાંથી પસાર થઈ ચુક્યા છે. યુદ્ધ જહાજ પર એસએમ-6 મિલાઈલને પણ તૈનાત કરવામાં આવી છે.

કાળા સમુદ્રમાં રશિયા નાટો અને અમેરિકાને ટક્કર આપી રહ્યુ છે. આવી સ્થિતમાં અમેરિકાનું રોબોર્ટ યુદ્ધજહાજ અમેરિકાન સેના માટે મહત્વનો ભાગ ભજવી શકે છે.  ગત દિવસે નાટોના યુદ્ધ અભ્યાસ દરમ્યાન રશિયાએ એસ-400 મિસાઈલ સિસ્ટમનું પરીક્ષણ કર્યુ હતુ. રશિયા આ મિસાઈલ દ્વારા યુદ્ધ દરમ્યાન પોતાની ક્ષમતાને માપી રહ્યુ છે. નાટોની ગતિવિધી બાદ રશિયાએ કાળા સમુદ્રમાં મોટી સંખ્યામાં પોતાની સેનાને પણ તૈનાત કરી હતી. અને નાટો બાદ રશિયાએ પણ કાળા સમુદ્રમાં યુદ્ધ અભ્યાસ કર્યો હતો. અને આ યુદ્ધ અભ્યાસમાં સુખોઈ એસયૂ-30 એસએમ, સુખોઈ એસયૂ-24 એમ, સુખોઈ એસયૂ-34 અને સુખોઈ એસયૂ-27 જેવા યુદ્ધ વિમાન સામેલ થયા હતા. જેથી અમેરિકાએ પણ પોતાની સૈન્ય ગતિવિધિ કાળા સમુદ્રમાં વધારી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણસમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારનાસમાચાર.

MUST READ:

Related posts

VIDEO/ નદીના ધસમસતા પ્રવાહમાં મહિલા પડી ગઈ, જીવવા માટે તરફડીયા મારતી જોઈ એક યુવાને જીવ સટોસટની બાજી લગાવી દીધી

Pravin Makwana

ટામેટાની વધતી કિંમતમાંથી ક્યારે મળશે રાહત? કેન્દ્ર સરકારે આપી તમામ જાણકારી

Damini Patel

શરમજનક/ ઉચ્ચ જાતિના ઘરના આંગણેથી દલિતનો વરઘોડો નિકળ્યો તો પથ્થરમારો કર્યો, કેટલાયને થઈ ઈજા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!