GSTV
Home » News » US-ચીન વચ્ચે વેપાર યુદ્ધનો અંત કે શું? જગત જમાદારે ચાઇનીઝ વસ્તુ મામલે લીધો આ નિર્ણય

US-ચીન વચ્ચે વેપાર યુદ્ધનો અંત કે શું? જગત જમાદારે ચાઇનીઝ વસ્તુ મામલે લીધો આ નિર્ણય

ચીન અને અમેરિકા વચ્ચેનું ટેરિફ વોર જગજાહેર છે. જો કે આ ટેરિફ વોરને કારણે બન્ને દેશોની આર્થિક સ્થિતીને નુકસાન પહોંચી રહ્યું છે. જે કારણે આ બન્ને દેશોએ સંવાદ થકી વિવાદ ઉકેલવા પહેલ કરી છે. જે મામલે ચર્ચા યોગ્ય દિશામાં જઈ રહી છે. જેમાં અમેરિકાએ ચીનની 400થી વધુ વસ્તુઓ ઉપરથી ટેરિફ હટાવવાની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, તેમના વહીવટી પ્રતિનિધિ ચીન સાથે ઘણી પ્રગતિશિલ ચર્ચા કરી રહ્યા છે. બીજા દિવસે પણ વેપાર ચર્ચા ચાલુ છે તેની વચ્ચે વોશિંગ્ટને 400 ચીની વસ્તુઓ ઉપર ટેરિફ નાબુદ કરવાનો નિર્ણય લીધો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનની સાથે વ્હાઈટ હાઉસની બેઠકમા પત્રકારો સાથે વાત કરતા કહ્યુ કે, અમેરિકા ચીન વચ્ચેની ચર્ચામાં સારી પ્રગતિ થઈ રહી છે. અને અમેરિકા ચીન સાથે સંપૂર્ણ સોદો ઈચ્છે છે.ચીન કૃષિ ક્ષેત્રે વધારે ખરીદી કરવા સહમત થયો છે, પરંતુ તે પુરતો નથી. અમે સોદાને પુર્ણ કરવા વિચારી રહ્યા છીએ. 2020ની રાષ્ટ્રપતિ ચુંટણી પહેલા આ સોદો થવાની શક્યતા ખુબજ ઓછી છે.

જગત જમાદાર અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશન અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી વેપાર વિવાદને લઈને હજી ઘણા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાનુ ટાળી રહ્યા છે. જેમાં અમેરિકાએ ચીનની કેટલીક કંપનીઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી જાહેર કરી છે તેનો પણ સમાવેશ થાય છે. બિઈજિંગ દ્વારા રાજ્ય કંપનીઓ સબસિડી દુર કરીને આર્થિક મોડલમાં સુધારો કરવાનો ઈનકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ હાલ ચીનની 437 વસ્તુઓ ઉપર ટેરિફ હટાવવાનો નિર્ણય લીધો છે. જેમાં પ્રિન્ટેટ સર્કિટ બોર્ડ, ગ્રાફિક પ્રોસેસર, લેમિનેટેડ લાકડા જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. બંને દેશો વચ્ચે કૃષિ ઉત્પાદનને લઈને લાંબી ચર્ચા થઈ રહી છે. ચીન સોયાબીન સહિત અન્ય કૃષિ વસ્તુઓની ખરીદીમાં વૃદ્ધિ કરે એવી અમેરિકાની ઈચ્છા છે.

READ ALSO

Related posts

ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહી દીધી કોલગર્લ, હવે 15 વર્ષે કોર્ટે આપ્યો આ ચૂકાદો

Mayur

આ દિવાળીમાં ફટાકડાઓનું થઈ જશે સૂરસૂરિયું, હવામાન વિભાગે ગુજરાતમાં દિવાળીના દિવસે જ વરસાદની આગાહી કરી

Mayur

ફરિવાર ચર્ચામાં આવી પીળી સાડીવાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા માટે મતદારોએ કરી પડાપડી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!