GSTV
Gujarat Government Advertisement

બાઈડને પણ ભારતને ન છોડ્યું: અમેરિકાએ ભારત, ચીન, જાપાન સહિત ૧૧ દેશોને કરન્સી વોચલિસ્ટમાં મૂક્યાં, આવો છે ડર

Last Updated on April 17, 2021 by Pravin Makwana

અમેરિકાએ ભારત, ચીન, જાપાન સહિતના ૧૧ દેશોને કરન્સી મેનિપ્યુલેટરના લિસ્ટમાં મૂક્યા છે. જે દેશો ડોલરની સામે પોતાની કરન્સી મજબૂત કરવા માટે હેરાફેરી કરી શકે તેવી શક્યતા હોય એવા દેશોને અમેરિકા આ યાદીમાં મૂકતું હોય છે.

ટ્રમ્પના શાસનમાં જે નિર્ણય હતો, તેમાં કોઈ ફેરફાર કર્યો નહીં


અમેરિકાના નાણા મંત્રાલયે અમેરિકન કોંગ્રેસને અહેવાલ રજૂ કર્યો હતો. એ અહેવાલ પ્રમાણે ભારત, ચીન, જાપાન, સાઉથ કોરિયા, જર્મની, ઈટાલી, આયર્લેન્ડ, મલેશિયા, સિંગાપોર, થાઈલેન્ડ અને મેક્સિકોને કરન્સી મેનિપ્યુલેટર મોનિટરિંગ લિસ્ટમાં મૂક્યાં છે. અગાઉ ડિસેમ્બરમાં અમેરિકન કોંગ્રેસને અહેવાલ રજૂ થયો ત્યારે પણ ભારત-ચીન-જાપાન-જર્મની જેવાં દેશો આ લિસ્ટમાં હતા. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં જે દેશોને મેનિપ્યુલેટરના લિસ્ટમાં રખાયા હતા, જેમાં કોઈ મોટો તફાવત કરવામાં આવ્યો નથી. જો બાઈડેનની સરકારે એ લિસ્ટમાં ભારતને યથાવત રાખ્યું છે.

ડૉલર નબળો પાડવાની ગતિવિધિ કરતા દેશો સામે કાર્યવાહી


ડોલર સામે કરન્સીનું મૂલ્ય વધારવા માટે શંકાસ્પદ ગતિવિધિ થવાની શક્યતા હોય એવા દેશને અમેરિકા દર વર્ષે કરન્સી વોચલિસ્ટમાં મૂકે છે. એટલે કે એ દેશોની કરન્સી પર ધ્યાન રાખવું જરૃરી છે, કારણ કે વોચલિસ્ટમાં સામેલ કરાયેલા દેશો કરન્સીની વેલ્યૂ વધારવા માટે કંઈક શંકાસ્પદ તરિકા અજમાવી શકે છે. આવી શંકાથી અમેરિકાના નાણા વિભાગે ભારતને પણ કરન્સી વોચલિસ્ટમાં મૂક્યું છે. ભારત આર્થિક રીતે અમેરિકાનું ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર હોવા છતાં અમેરિકાએ આ પગલું ભર્યું તેને અગાઉ પણ ઘણાં નિષ્ણાતોે ચોંકાવનારું ગણાવ્યું હતું. એ લિસ્ટ ૨૦૨૧માં પણ યથાવત રખાયું હતું.

નવા લિસ્ટમાં આ બે દેશે બાકાત કર્યા


સ્વીટ્ઝર્લેન્ડ અને વિયેટનામને ગત વર્ષે લિસ્ટમાં મૂકાયા હતા, પરંતુ નવા લિસ્ટમાં એ બંનેને બાદ કરાયા હતા. નવા લિસ્ટમાં આયર્લેન્ડ અને મેક્સિકોનો ઉમેરો થયો હતો. અમેરિકા ૨૦૧૫થી આ લિસ્ટ જાહેર કરે છે. વર્ષમાં ચાર વખત નાણા વિભાગ અમેરિકન કોંગ્રેસને આ લિસ્ટ આપે છે.


અમેરિકાના અહેવાલમાં ઈશારો થયો હતો કે આ દેશો એવા પગલાં ભરી શકે છે, જેનાથી અમેરિકાના અર્થતંત્રને અને અમેરિકન કંપનીઓને નુકસાન થઈ શકે છે, તેનાથી સરવાળે અમેરિકન કરન્સીને પણ નુકસાન થઈ શકે. એનાથી બચવા માટે આ દેશોની અર્થનીતિ પર નજર રાખવાનું સૂચન આ અહેવાલમાં થયું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt

BREAKING / આ રાજ્યના જિલ્લા પંચાયત અધ્યક્ષ પદો માટેની ચૂંટણીની તારીખો જાહેર, ક્યારે યોજાશે મતદાન

Dhruv Brahmbhatt

શહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!