GSTV
News Trending World

ચીનને સબક શિખવાડવા અમેરિકા-ભારત-તાઈવાનની ત્રિપુટી તૈયાર, US ભારત સાથે હિમાલય નજીક કરશે યુદ્ધાભ્યાસ

તાઇવાન

ઈતિહાસમાં પ્રથમ વખત ઔલીની ખીણોમાં ઈન્ડો-અમેરિકન સૈનિકોના દાવપેચ ચલાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો, બંને દેશોના સૈનિકો ઓક્ટોબર મહિનામાં આ અભ્યાસમાં ભાગ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે, બંને દેશોની આ સંયુક્ત કવાયત 18મી છે. જેનો ઉદ્દેશ્ય બંને દેશોની સેનાઓ વચ્ચે સહયોગ અને આંતરસંચાલનક્ષમતા વધારવાનો છે, જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લી કવાયત અમેરિકાના અલાસ્કામાં કરવામાં આવી છે.

આ પહેલાં પણ ઉત્તરાખંડમાં ઘણી સૈન્ય કવાયતો થઈ ચૂકી છે, જેમાં અન્ય દેશો સાથે ઘણી વખત સંયુક્ત કવાયત કરવામાં આવી છે, પરંતુ ચમોલી જિલ્લાના ઔલીમાં પહેલીવાર ભારત-અમેરિકા સૈન્ય કવાયત 14 થી 31 ઓક્ટોબર દરમિયાન યોજાવા જઈ રહી છે, જેના માટે જિલ્લા વહીવટી તંત્ર અને લશ્કરી અધિકારીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત-અમેરિકાના સંરક્ષણ સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં મજબૂત બન્યા છે. જેના કારણે અમેરિકાએ જૂન 2016માં ભારતને તેના મુખ્ય સંરક્ષણ ભાગીદાર તરીકે નામ આપ્યું હતું. જેના કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સંબંધિત અનેક મહત્વપૂર્ણ કરારો અને બેઠકો થઇ ચૂકી છે.

Read Also

Related posts

મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી

Binas Saiyed

મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતાં થયો રેલ અકસ્માત, 50થી વધારે યાત્રી થયાં ઘાયલ

Hemal Vegda

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda
GSTV