GSTV
Home » News » અમેરિકામાં ટ્રમ્પ સાથે મોદીની મુલાકાત બાદ ટ્રમ્પ વિરૂદ્ધ આ મોટી કાર્યવાહી શરૂ

અમેરિકામાં ટ્રમ્પ સાથે મોદીની મુલાકાત બાદ ટ્રમ્પ વિરૂદ્ધ આ મોટી કાર્યવાહી શરૂ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગની ઔપચારિક પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના અધ્યક્ષ નૈન્સી પલોસીએ પ્રમુખ ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૃ કરવાની જાહેરાત કરી હતી. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર મહાભિયોગની પ્રક્રિયા નિચલા ગૃહમાં પૂર્ણ થઇ જશે તો પણ તેનું રિપબ્લિકનના બહુમતવાળા સેનેટમાં પાસ થવું મુશ્કેલ છે.

ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેન્સ્કી પર દબાણ નાખ્યું હતું કે તે ડેમોક્રેટના ઉમેદવાર જો બાઇડન અને તેમના પુત્રની વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે આ આરોપોને ફગાવી દીધા છે.

ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખપદેથી હટાવવા માટે ડેમોક્રેટ્સને ૨૦ રિપબ્લિકન સાંસદોની જરૃર પડશે જે પોતાના જ પક્ષના પ્રમુખ સામે વિદ્રોહ કરે. ઉલ્લેખનીય છે કે પૂર્વ ઉપ પ્રમુખ જો બાઇડન ૨૦૨૦માં અમેરિકામાં શરૂ થનારી પ્રમુખપદની ચૂંટણી ટ્રમ્પને ટક્કર આપી શકે છે. મીડિયાના અહેવાલ અનુસાર ટ્રમ્પે સ્વીકાર્યુ છે કે તેમણે જેલેન્સ્કી સાથે બાઇડન અંગે ચર્ચા કરી હતી પણ તેમના પર મૂકવામાં આવેલા આરોપો ખોટા છે.

અમેરિકામાં ડેમોક્રેટ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ શરૂ કરવામાં આવતા અને ટ્રમ્પે ચીન સાથેના વેપાર યુદ્ધ અંગે ફરી કડક વલણ અપનાવતા આજે એશિયન શેરબજારોમાં કડાકો જોવા મળ્યો હતો. ટોક્યોના શેરબજારમાં ૦.૪ ટકા, શાંઘાઇના શેરબજારમાં એક ટકા અને હોંગકોંગના શેરબજારમાં ૧.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. દક્ષિણ કોરિયાના શેરબજારમાં ૧.૩ ટકા, તાઇવાનનું શેરબજાર ૦.૪ ટકા, સિંગાપોરનું બજાર ૧.૧ ટકા તથા મુંબઇ શેરબજારમાં ૧.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. યુરોપના બજારો પણ ઘટાડા સાથે ખુલ્યા હતાં.

લંડન અને ફ્રેન્કફર્ટનું શેરબજાર ૦.૫ ટકા ઘટાડાની સાથે અને જ્યારે પેરિસનું શેરબજાર ૦.૬ ટકાના ઘટાડા સાથે ખુલ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ચીન પર ચલણના ભાવમાં કૃત્રિમ રીતે વઘઘટ કરવા, ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ચોરી કરવાના આરોપો મૂક્યા છે. જેના કારણે અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર યુદ્ધ વધુ તીવ્ર બનવાની શક્યતા વધી ગઇ છે. જેની અસર આજે વૈશ્વિક શેરબજારો પર જોવા મળી હતી.

READ ALSO

Related posts

વેન્ટિલેટર પર બેભાન થયા પહેલાં એક જ શબ્દો હતા કે હું મરી તો નહીં જાઉં ને !, હું મરવા નથી ઇચ્છતી

Karan

હૈદરાબાદ પોલીસની દેશભરમાં પ્રશંસા, એક-એક લાખના આ ઉદ્યોગપતિઓએ જાહેર કર્યા ઈનામો

Karan

એન્કાઉન્ટરની એ 30 મીનિટ, જાણો પોલીસે શું કર્યા ખુલાસાઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!