વિશ્વ ફરી ધારણા મુજબ નાણા કટોકટીમાં ધકેલાઈ રહ્યું છે. અસાધારણ મોંઘવારી-ફુગાવાને અંકુશમાં લેવા વ્યાજ દરોમાં ટૂંકાગાળામાં તીવ્ર વધારો કરવાનું શરૂ કરનાર યુ.એસ. ફેડરલ રિઝર્વ ખુદ પોતાની બેંકિંગ સિસ્ટમને સંકટમાં ધકેલી દેવા નિમિત બન્યા બાદ આ બેંકિંગ સંકટ હવે યુરોપના દેશોમાં ફેલાવા લાગ્યું છે. વિશ્વના મોટાભાગના દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં તીવ્ર વધારો કર્યાના દુષ્પરિણામ સામે આવી રહ્યા છે.

વૈશ્વિક ઈન્વેસ્ટરો, ફંડોએ બેંકિંગ ક્ષેત્રે જોખમ ઓછું કરવા રોકાણ પાછું ખેંચવાની શરૂઆત કરી દેતાં અને નિયામક અંકુશોના પરિણામે હવે સ્વિઝરલેન્ડની જાયન્ટ ક્રેડિટ સ્વીસ પાછળ સંકટ ઘેરાયું છે. ક્રેડિટ સ્વીસમાં વૈશ્વિક ઈન્વેસ્ટરોએ નવું રોકાણ કરવાનો ઈન્કાર કરી દેતાં યુરોપના બજારોમાં આજે બેંકિંગ શેરોમાં સાર્વત્રિક ગાબડાં પડયા હતા. જેના પરિણામે ઘણાં બેકિંગ શેરોમાં ટ્રેડીંગ અટકાવવાની ફરજ પડી હતી.
ક્રેડિટ સ્વીસ પાછળ આ કડાકામાં આજે યુરોપની બેંકોના સેરોમાં ૬૦ અબજ ડોલરથી વધુ ધોવાણ થઈ ગયું હતું. સ્વિઝ જાયન્ટ ક્રેડિટ સ્વીસ ગુ્રપમાં સૌથી મોટી આંતરરાષ્ટ્રીય રોકાણકાર સાઉદી અરેબિયાની નેશનલ બેંકના ચેરમેને નવું રોકાણ નહીં કરે એવું નિવેદન કરતાંની સાથે ક્રેડિટ સ્વીસના શેરમાં જોતજોતામાં ગાબડાં પડવા લાગી શેર ૩૦ ટકા તૂટી ઐતિહાસિક નવા તળીયે આવી ગયો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર
- માંડવીના દરિયા કિનારે નબીરાઓના ગાડીઓના સ્ટન્ટ, વીડીયો થયો વાયરલ
- જયેશ પારેખ નામના બિલ્ડરે ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો , 3 કરોડ દેવું થઇ જતા આર્થિક સંકડામણ સર્જાઇ
- અલ્લુ અર્જૂનના ફેન્સને મળવા જઈ રહી છે મોટી સરપ્રાઈઝ, આ દિવસે રીલિઝ થવા જઈ રહ્યું છે પુષ્પા 2 નું ટીઝરઃ જોઈ લો પોસ્ટર