GSTV

રશિયાએ બનાવ્યું મહાવિશાનક પરમાણુ ડ્રોન, અમેરિકાના શહેરોમાં લાવી શકે છે સુનામી

Last Updated on November 15, 2020 by Mansi Patel

સુપરપારવર રશિયાએ પરમાણુ ઉર્જાથી ચાલતા એક એવા ઓટોનોમસ ડ્રોન ટોરપીડોને તૈયાર કર્યો છે જે અમેરિકાના શહેરમાં સુનામી લાવી શકે છે. આ રશિયા ટોરપિડોનું નામ પોસાઈડન છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ ડ્રોનને સેનામાં શામિલ કર્યું છે. રશિયાના મીડિયાના જણાવ્યા પ્રમાણે પુતિન આ ઘાતક ડ્રોન ટોરપીડોનું નિર્માણ એ માટે કરાવ્યું હતું કારણ કે, દુશ્મનના કોઈ પણ હૂમલાનો જોરદાર પલટવાર કરી શકાય. રશિયાએ વાયદો કર્યો છે કે, તે આ મહાવિનાશક ટોરપીડોનો ઉપયોગ પહેલા નહીં કરે.

રેડિયોએક્ટિવ સુનામીથી તબાહ થઈ શકે છે શહેર

રશિયાના પોસાઈડન ડ્રોનથી ટેન્શનમાં આવેલા અમેરિકાના સહાયક વિદેશ મંત્રી ક્રિસ્ટોફર ફોર્ડે આરોપ લગાવ્યો છે કે, આ હથિયાર અમેરિકાના શહેરોને તબાહ કરી શકે છે. તેણે રશિયાના આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યે પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવ્યો છે. ફોર્ડે શુક્રવારે કહ્યું છે કે, પોસાઈડન એક પરેશાન કરનારૂ હથિયાર છે. મારૂ માનવું છે કે, રશિયાનો ઈરાદો આ ડ્રોનને ઘણા મેગાટનના પરમાણુ વોરહેડની સાથે ફિટ કરવા અને તેને સમુદ્રમાં લોન્ચ કરવાનો છે. જો કે રેડિયોએક્ટિવ સુનામી પેદા કરીને અમેરિકાના શહેરોને પાણીની અંદર ડુબાડી દેવાનો છે. અમેરિકાના સહાયક વિદેશ મંત્રીએ કહ્યું છે કે મહાવિનાશ કરવાની ક્ષમતાની સાથે પોસાઈડનનું કામ કરવાની રીતથી તેને લઈને તેના પર ગંભીર સવાલો ઉઠી રહ્યાં છે.

ખુદ જ પરમાણુ હૂમલો કરી શકે છે રશિયા ડેડ હૈંડ

ફોર્ડે આ પ્રકારની ચિંતા સોવિયતકાલીન પેરીમીટર/ ડેડ હૈંડ ઓટોમેટિક ન્યુક્લિયર લોન્ચ સિસ્ટમને લઈને પણ જણાવવામાં આવી છે. રશિયાએ વર્ષ 2011માં આ વાતની પુષ્ટી કરી હતી. આ સિસ્ટમ હજુ સક્રિય છે. તેણે કહ્યું છે કે, આ રશિયાની સિસ્ટમ જો તે અનુમાન લગાવી લે છે કે રશિયા પર પરમાણું હૂમલો થયો છે તો તે પોતે જ નિર્ણય લઈને પરમાણુ હૂમલો કરી શકે છે. એટલું જ નહીં આ દરમાયન પેરીમીટરના કોમ્પ્યુટર સિસ્ટમ જનરલ સ્ટાફથી સંપર્ક પણ નથી કરતા. ફોર્ડે કહ્યું કે, જો કોઈ પરમાણુ બોમ્બને લઈને ચિંતિત છે તો તેને પેરામિટર નિશ્વિત રૂપથી તેના માટે પરેશાન કરનારા સવાલો ઉભા કરી શકે છે.

રશિયાએ બનાવ્યાં ઘણા મહાવિનાશક હથિયાર

અમેરિકાના એન્ટી બલિસ્ટિક મિસાઈલ સંધિથી હટવા અને પૂર્વી યુરોપમાં એન્ટી મિસાઈલ સિસ્ટમ તૈનાત કરવા તથા તેને બનાવ્યાં બાદ રશિયાએ વર્ષ 2000ની આસપાસ ઘણા મહાવિનાશક હથિયારોનું નિર્માણ શરૂ કરી દીધું છે. રશિયાની ચિંતા અમેરિકાની ઝડપી વિશ્વમાં હૂમલાની સંકલ્પનાને લઈને છે. જે હેઠળ અમેરિકાએ પોતાના પરંપરાગત અચૂક હથિયારોની મદદથી શત્રુ પર ભીષણ હૂમલો કરી શકે છે. કારણ કે દુશ્મનની પરમાણુ હૂમલાની સંભાવનાને પૂર્ણ કરી શકે. રશિયાના મીડિયાના જણાવ્યા પ્રમાણે અમેરિકા 1.5 ટ્રિલિયન ડોલરના 30 વર્ષથઈ પરમાણુ હથિયાર આધુનિકીકરણ કાર્યક્રમ પર કામ કરી રહ્યાં છે. એટલું જ નહીં ટ્રમ્પ પ્રશાસને આ દીશા પર વધારે ધન નથી આપ્યું. અમેરિકાના નવા રણનીતિક અને સમુદ્રથી નિશાન લઈ શકાય તેવા પરમાણુ હથિયારો બનાવી રહ્યું છે.

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!