GSTV
News Trending World

યુક્રેનને મદદ કરવી અમેરિકાને પડી ભારે, કોરોનાથી ઝઝુમી રહેલા અર્થતંત્રને પડ્યો વધુ એક ફટકો

યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા ભીષણ યુદ્ધના કારણે અમેરિકાને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. અમેરિકાએ ચાર મહિનામાં રશિયાના કુલ સંરક્ષણ બજેટથી વધારે રૂપિયા યૂક્રેનને આપ્યા છે.


અમેરિકાને રશિયા સામે યુદ્ધ લડી રહેલા યુક્રેનને મદદ કરવી ભારે પડી છે. કોરોનાની મહામારીના કારણે અમેરિકાનું અર્થતંત્ર પહેલાથી બેહાલ છે. અને હવે યુક્રેન સંકટના કારણે અમેરિકા મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપિત જો બાઈડને યુક્રેનને વધુ 40 અરબ ડોલરની મદદ કરવાના બિલ ઉપર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાએ ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં યુક્રેનને 56.44 અરબ ડોલરની આર્થિક મદદ કરી છે. અમેરિકા દ્વારા યૂક્રેનને જે આર્થિક મદદ કરવામાં આવી તે રશિયાના 2022ના કુલ સંરક્ષણ બજેટ કરતા વધારે છે. રશિયાનું ચાલુ વર્ષનું સંરક્ષણ બજેટ 51.3 બિલિયન ડોલર છે.

ભીષણ યુદ્ધમાં યુક્રેન સામે ટકર લેવા માટે રશિયા સ્પેશિયલ મીલિટ્રી ઓપરેશન ચલાવી રહ્યુ છે. કેમ કે, યુદ્ધના બે મહિના બાદ પણ યુક્રેનમાં રશિયન સેનાને કોઈ મોટી સફળતા મળી નથી. રશિયા યુદ્ધમાં મૃત્યુ પામનાર સૈનિકના પરિવારને મોટી સહાય કરી રહ્યુ છે. આ ઉપરાંત અન્ય દેશમાં રશિયાના સૈનિકોની જીવનજરૂરિયાતની સપ્લાઈ માટે રશિયા વધારે ખર્ચ કરી રહ્યુ છે.

યુક્રેનને કરવામાં આવેલી 56.55 અરબ ડોલરની મદદ અફઘાનિસ્તામાં અમેરિકાના યુદ્ધની વાર્ષિક ટકાવારીથી બે ગણી જેટલી છે. ત્યારે અમેરિકા નાટો સૈન્ય અભિયાનનું સૌથી મોટું ભાગીદાર હતું. અમેરિકા પોતાના સૈનિકોને ગોળા-બારૂદની સપ્લાઈ માટે મોટી રકમનો ખર્ચ કરતું હતુ. યુક્રેન અને રશિયા વચ્ચે જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે અમેરિકાએ એવી જાહેરાત કરી હતી કે યૂક્રેનને કોઈપણ પ્રકારની મદદ નહીં કરે.. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. યુક્રેન નાટોનું સભ્ય દેશ પણ નથી. તેમ છતાં અમેરિકા યુક્રેનને સૈન્ય મદદ કરી રહ્યુ છે. અમેરિકાની આર્થિક મદદની જાહેરાત બાદ અમેરિકાના વલણ ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

READ ALSO:

Related posts

રિયાલીટી ચેક / અમદાવાદની મોટા ભાગની સ્કૂલ કૉલેજની બાજુમાં તંબાકુ સિગારેટનાં ગલ્લા, નિયમોના ધજાગરા

pratikshah

સેવિંગ સ્કીમ/સુરક્ષિત રોકાણ સાથે સારા ભવિષ્યની ગેરંટી વાળી સ્કીમ, આજે જ ખોલાવો ખાતું

Damini Patel

અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને  સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું

pratikshah
GSTV