જેલમાં પૂરાયેલો દુનિયાનો સૌથી શક્તિશાળી ડ્રગ માફિયા અલ ચાપો ફરી ચર્ચામાં છે. અલ ચાપોની 31 વર્ષીય પત્ની અને પૂર્વ બ્યુટી ક્વિન એમ્મા કોરોનેલ એઈસપુરોની અમેરિકામાં ધરપકડ કરાઈ છે. એમ્મા પર ગંભીર આરોપો મુકાયા છે. 2017માં તેણે એમ્મા સાથે લગ્ન કર્યા હતા. 31 વર્ષીય એમ્માની અમેરિકાના વોશિંગ્ટન શહેરની બહાર ડલેસ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. તેના પર કોકિન, હેરોઈન સહિતના ડ્રગ્સનું વિતરણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સિવાય અલ ચાપોને 2015માં જેલમાંથી મુક્ત કરવા માટે મદદ કરવાનો આરોપ પણ મુકવામાં આવ્યો છે.

ફોર્બ્સ મેગેઝિને 2009માં તેને દુનિયાનો 701માં નંબરનો ધનિક વ્યક્તિ ગણાવ્યો હતો
1957માં મેકિસકોમાં જન્મેલા અલ ચાપોએ ગરીબીમાં બાળપણ પસાર કર્યું હતું. પિતાની ક્રુરતાનો શિકાર બનનાર અલ ચાપો માત્ર 5 ફૂટ અને 6 ઈંચની ઉંચાઈ ધરાવે છે. ડ્રગ્સ કારોબારમાં તેનુ વર્ચસ્વ એટલી હદે વધી ગયું હતું કે, 1988માં તેણે પોતાની કાર્ટેલ બનાવી હતી અ્ને આ કાર્ટેલ દ્વારા અમેરિકા અને યુરોપ સુધી ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હતુ. એટલે સુધી કે ફોર્બ્સ મેગેઝિને 2009માં તેને દુનિયાનો 701માં નંબરનો ધનિક વ્યક્તિ ગણાવ્યો હતો. તે વખતે તેની પાસે 1 અબજ ડોલરની સંપત્તિ હોવાનુ અનુમાન થયું હતું.

સગીર વયની કિશોરીઓ પર રેપ કરતો હતો અલ ચાપો
અલ ચાપોને મહિલાઓનો નશો હતો અને સગીર વયની કિશોરીઓ પર તે રેપ કરતો હતો. નફફટાઈ પૂર્વક તે સગીર કિશોરીઓના રેપને પોતાનું વિટામિન ગણાવતો હતો. અલ ચાપોએ ભાગવા માટે સુરંગોનું નેટવર્ક બનાવ્યું હતું. 2001 અને 2015માં તે મેકિસકોની જેલમાંથી સુરંગ બનાવીને ભાગ્યો હતો. તેના નજીકના સાથીદારના કહેવા પ્રમાણે કોમેરેડ મારિયા નામની મહિલા અલ ચાપો સાથે સંપર્કમાં રહેતી હતી. તે અલ ચાપોને સગીર વયની કિશોરીઓ પૂરી પાડતી હતી અને અલ ચાપો આ માટે 3 લાખ રુપિયા પ્રતિ કિશોરી ચુકવતો હતો.
તેની તાકાત એટલી હતી કે, કોરોના વાયરસ વખતે મેકિસકોમાં લોકડાઉન હતું છતાં પણ મેક્સિકોના રાષ્ટ્રપતિ એડ્રેજ મેન્યુઅલ લોપેઝ ચાપોની માતાને મળવા માટે તેમના ઘરે ગયા હતા. જોકે અલ ચાપો 2017થી અમેરિકાની જેલમાં બંધ છે અને હવે તેની પત્નીની પણ ધરપકડ કરીને અમેરિકન સરકારે તેના પરનો ગાળિયો વધારે કસ્યો છે.
Read Also
- અતિ અગત્યનું/ હવે ઘરબેઠા મળી જશે ડ્રાઈવિંગ લાઈસન્સ : આરસી સહિતની 18 સેવાઓ સરકારે આજે ઓનલાઈન કરી, ધક્કા ટળ્યા
- જમ્મુ-કાશ્મીર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આવી ખુશખબર, ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર
- ભાઈ જ ભાઈને કામ આવે/ મુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને આપ્યો ટેકો, 3,515 કરોડ રૂપિયાના કેસમાં મળી આ રાહત
- મુશ્કેલીઓ વધી/ Anurag Kashyap અને Taapsee Pannuના કેસમાં મળી 350 કરોડની હેરાફેરી, તાપસીના ઘરેથી 5 કરોડ રોકડાની મળી છે રસિદો
- રાહતના સમાચાર: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, 11500 રૂપિયા સસ્તુ થયું છે સોનું, ફટાફટ જાણી લો આજના ભાવ