GSTV

Big Breaking / અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોન પાસે ફાયરિંગ, લગાવવામાં આવ્યું લોકડાઉન: હુમલાખોર હજુંય સક્રિય

Last Updated on August 3, 2021 by Zainul Ansari

અમેરિકાના સંરક્ષણ વિભાગની ઇમારત પેન્ટાગનમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. કોઇને પણ બહાર જવાની મંજૂરી નથી. રિપોર્ટ મુજબ નજીકના ટ્રાન્ઝિટ હબ પર ગોળીઓ ચાલવાની અવાજ સંભળાઇ છે. કેટલાક સમાચારોમાં ઓછામાં ઓછા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. રિપોર્ટ મુજબ હુમલાખોર હજુ પણ સક્રિય છે. આ ઘટનાથી વિસ્તારમાં તણાવ સર્જાયો છે અને લોકોને દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

CNNના અહેવાલ મુજબ મેટ્રો બસ પ્લેટફોર્મ પર આ ઘટના બની છે. આ પેન્ટાગોન આવવા માટે મોટુ એન્ટ્રન્સ છે, અહીંથી હજારોની સંખ્યામાં લોકો અવર-જવર કરે છે. પેન્ટાગોન ફોર્સ પ્રોટેક્શન એજન્સીના પ્રવક્તા ક્રિસ લેમૈને જણાવ્યું કે હાલ વિસ્તાર સુરક્ષિત નથી અને લોકોને અહીંથી દૂર રહેવું જોઇએ. જોકે તેમણે ફાયરિંગની વાતની પુષ્ટી નથી કરી અને કોઈના ઘાયલ થયાની વાતની પણ પુષ્ટી નથી કરી.

એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ આર્લિંગટન કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટના હવાલાથી અમેરિકાની સેનાના હેડક્વાર્ટર બહાર ઘણા લોકો ઘાયલ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે ગોળીબારની પુષ્ટી નથી કરવામાં આવી.

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!