GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

“કંગાળ” પાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો, આર્થિક મદદમાં મૂક્યો અડધો કાપ

આર્થિક રૂપથી લગભગ કંગાળ થઈ ચૂકેલાં પાકિસ્તાનને અમેરિકાએ વધુ એક ઝટકો આપતા વર્તમાનમાં ચાલું આર્થિક મદદને અડધી કરી નાખી છે. પાકિસ્તાનને આ રકમ કેરી લુગર બર્મન એક્ટ હેઠળ અમેરિકા પાસેથી 2009થી આપવામાં આવતી હતી.

રિપોર્ટ મુજબ, કેરી લુગર કાયદા હેઠળ પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક મદદમાં ઘટાડો કરવાનો નિર્ણય ઈમરાન ખાનની અમેરિકા યાત્રાનાં ત્રણ સપ્તાહ પહેલાં જ લેવામાં આવ્યો હતો. જેની જાણકારી વોશિંગ્ટને ઈસ્લામાબાદને પણ આપી દીધી હતી.

ઓક્ટોબર 2009માં અમેરિકન કોંગ્રેસ દ્વારા કેરી લુગર બર્મન અધિનિયમને સંચાલિત કરવા માટે પાકિસ્તાન એન્હાન્સમેંટ પાર્ટનરશીપ એગ્રીમેન્ટમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેના હેઠળ પાંચ વર્ષોની અવધિમાં પાકિસ્તાનને 52,500 કરોડ રૂપિયા (7.5 બિલિયન ડોલર)ની મદદ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો.

આ રાશિમાંથી હજી 6300 કરોડ રૂપિયા (900 મિલિયન ડોલર) પાકિસ્તાનને આપવામાં આવી ન હતી. જેમાંથી 3080 કરોડ રૂપિયા (440 મિલિયન ડોલર)ની રકમ આપવાનો અમેરિકાએ ઈનકાર કરી દીધો હતો.

આ સમજૂતી બાદથી જ અમેરિકા અને પાકિસ્તાનનાં સંબંધ બગડવા લાગ્યા હતા અને હાલમાં જ તે નીચલા સ્તરે પહોંચી ગયા છેય ત્યારબાદ અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક સહાયને બંધ કરી દીધી છે.

આર્થિક મામલાનાં મંત્રાલયના અધિકારીઓએ કહ્યુછેકે, પાકિસ્તાન એકમાત્ર દેશ નથી જે હાલમાં જ સહાયમાં ઘટોડીથી પ્રભાવિત થયો હોય. મદદમાં કમી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની રણનીતિનો હિસ્સો છે. જેથી વિકાસશીલ દેશોને મદદ ઘટાડવામાં આવે.

કેરી લુગર બર્મન અધિનિયમનો ઉદ્દેશ પાકિસ્તાનના આર્થિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિશેષ રૂપથી ઉર્જા અને કૃષિમાં રોકાણ કરવાનું હતુ. જેથી પાકિસ્તાનને પોતાની ઉર્જા અને જળસંકટમાંથી બહાર આવવામાં મદદ મળી શકે. પાકિસ્તાની લોકોના જીવનમાં સુધારો થાય અને આર્થિક વિકાસના અવસરો વધે.

READ ALSO

Related posts

ક્લાર્કની એક ભૂલથી આ વ્યક્તિ થઈ ગયો માલામાલ, લાગી ગઈ અધધ… 15 કરોડની લોટરી

Mansi Patel

સાયબર એટેક: વિશ્વના દિગ્ગજોના એકાઉન્ટ થયા હેક, કરોડો રૂપિયા વસૂલાયા

Harshad Patel

પ્રધાનમંત્રીની આ યોજનામાં મળે છે ગેરેન્ટીની સાથે ફાયદો, જાણો કઈ છે તે યોજના અને તેમાં શું છે ખાસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!