ઈસરોની પેટા કંપની અંતરિક્ષ કોર્પોરેશનને અમેરિકન કોર્ટે બેંગ્લુરુના સ્ટાર્ટઅપને ૧.૨ અબજ ડોલર યાને અંદાજિત ૮૯૫૦ કરોડ રૂપિયા વળતર પેટે આપવાનો આદેશ કર્યો છે. બેંગ્લુરુની સ્ટાર્ટઅપ કંપની દેવાસ અને ઈસરોની પેટા કંપની અંતરિક્ષ કોર્પોરેશન વચ્ચે કરાર રદ્ થયો પછી વળતરનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો હતો.

દેવાસ મલ્ટિમીડિયા વચ્ચે ૨૦૦૫માં બે સેટેલાઈટનો કરાર થયો હતો
ઈસરોની પેટા કંપની અંતરિક્ષ કોર્પોરેશન અને બેંગ્લુરુની સ્ટાર્ટઅપ કંપની દેવાસ મલ્ટિમીડિયા વચ્ચે ૨૦૦૫માં બે સેટેલાઈટનો કરાર થયો હતો. એ કરાર પ્રમાણે દેવાસ સાથે મળીને બે સેટેલાઈટનું નિર્માણ થવાનું હતું. એ પછી ૨૦૧૧માં અલગ અલગ કારણો હેઠળ કરાર રદ્દ થયો હતો. એ પછી બેંગ્લુરુની કંપની દેવાસે ભારતમાં કાયદાકીય વિકલ્પો ચકાસ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં પણ દેવાસે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે વળતર માટે દેવાસને ટ્રિબ્યુનલમાં જવાની સલાહ આપી હતી.


અમેરિકન કોર્ટમાં પણ કરી છે અરજી
એ દરમિયાન દેવાસે અમેરિકન કોર્ટમાં પણ અરજી કરી હતી. અંતરિક્ષની અરજીમાં કહેવાયું હતું કે આ મામલો અમેરિકન કોર્ટના કાર્યક્ષેત્રમાં આવતો નથી. પરંતુ દેવાસે દલીલ રજૂ કરી હતી કે અંતરિક્ષ અમેરિકામાં પણ બિઝનેસ કરે છે એટલે અમેરિકામાં પણ કેસ થઈ શકે છે. અમેરિકન કોર્ટે એ દલીલ માન્ય રાખીને કેસ ચલાવ્યો હતો.

શું કરવામાં આવી હતી દલીલ
વૉશિંગ્ટનના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દેવાસ વતી દલીલ થઈ હતી કે ત્રણ આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ અને નવ અલગ અલગ ન્યાયિક સંસ્થાઓએ કરાર તોડવાની વાતને ગેરવાજબી ગણાવી હતી. બીજી તરફ અંતરિક્ષે સુરક્ષાનો મુદ્દો રજૂ કર્યો હતો. સુરક્ષાના કારણે કંપની સાથે કરાર રદ્ કરવો પડયો એવી દલીલો અંતરિક્ષ વતી રજૂ થઈ હતી. બંને પક્ષની દલીલો પછી વૉશિંગ્ટન ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ થોમસ ઝીલીએ દેવાસની તરફેણમાં ચુકાદો આપીને અંતરિક્ષને ૧.૨ અબજ ડોલરનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….