GSTV

જતા જતા ટ્રમ્પને ફટકો: ફેડરલ કોર્ટના ચુકાદાથી ભારતીય પ્રવાસીઓને થશે લાભ

Last Updated on December 6, 2020 by pratik shah

અમેરિકામાં પોતાનો કાર્યકાળ પૂરો કરવા જઇ રહેલા હાલના ડોનાલ્ડ વહીવટીતંત્રનાં નિર્ણયને ફેડરલ કોર્ટે રદ કરતાં ભારત સહિત ઘણા દેશોના પ્રવાસીઓને રાહત આપી છે. અદાલતે બાળપણમાં માન્ય દસ્તાવેજો વિના દેશમાં પ્રવેશેલા ઈમિગ્રન્ટ્સને દેશ નિકાલથી બચાવવા માટે આ અમલી બનાવવામાં આવેલી આ યોજનાને ફરીથી સંપૂર્ણ રીતે સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાં શાસનકાળમમાં લાવવામાં આવેલી આ યોજના અંગે કોર્ટના આ નિર્ણયથી મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓને લાભ થશે.

ટ્રમ્પ

ટ્રમ્પ વહીવટીતંત્રે 2017 માં, બાળપણમાં આવેલા લોકો સામે કાર્યવાહી મુલતવી રાખવાની યોજના DACA, (Deferred Action for Childhood Arrivals)ને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અમેરિકાની સુપ્રીમ કોર્ટે આ વર્ષે જૂનમાં આ પ્રયાસને અટકાવ્યો હતો.

અમેરિકાનાં ન્યૂ યોર્કનાં પૂર્વી જિલ્લા ન્યાયાધીશ નિકોલસ ગરૌફિસે શુક્રવારે આંતરિક સુરક્ષા વિભાગને DACA લાભાર્થીઓ પર કાર્યવાહી મોકૂફીનો સમયગાળો બે વર્ષ વધારવાનો અને સોમવારથી નવી અરજીઓ સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે. તેનાથી સપ્ટેમ્બર 2017 બાદ પહેલીવાર તે લોકો નવેસરથી અરજી કરી શકશે જે આ માટે લાયક ન હતા.

આ DACA યોજના શું છે?

આ યોજના ગેરકાયદેસર વસાહતીઓ કે જેઓ અમેરિકામાં બાળક તરીકે પ્રવેશ્યા હતા તેમને દેશનિકાલથી રક્ષણ પૂરૂ પાડે છે. ન્યાયાધીશ ગરૌફિસે પોતાના ચુકાદામાં લખ્યું છે કે, “કોર્ટ માને છે કે આ વધારાની રાહત વાજબી છે.”

અત્રે ઉલ્લેખનિય છે કે લગભગ 6,40,000 લોકો ડીએસીએ પ્રોગ્રામ હેઠળ નોંધાયેલા છે. સાઉથ એશિયન અમેરિકન લીડિંગ ટુગેધર (SALT) દ્વારા વર્ષ 2019 માં જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ ઓછામાં ઓછા 6,30,000 ભારતીયો દસ્તાવેજો વિના અમેરિકામાં રહે છે. વર્ષ 2010ની તુલનામાં આ સંખ્યા 72 ટકા વધારે છે. રિપોર્ટ અનુસાર હાલમાં દક્ષિણ એશિયન DACAના 4,300 સક્રિય લાભાર્થીઓ છે જ્યારે ઓગસ્ટ 2018 માં 2,550 ભારતીય DACAના સક્રિય લાભાર્થી હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!