GSTV
Crime News Trending World

કાળજુ કંપાવે તેવી ક્રૂર હત્યા/ જેલમાંથી પેરોલ પર છૂટેલા કેદીએ કરી મહિલાની હત્યા, શરીરમાંથી હૃદય કાપી બટાટા સાથે રાંધીને ખાધું

આજકાલ લોકોમાં માનવતા મરી પરવારી હોય તેવું જોવા મળી રહ્યું છે. કેટલાક લોકો ખૂબ જ સરળતાથી કોઈને મોતને ઘાટ ઉતારી દે છે. આવું જ કંઈક ખતરનાક કામ અમેરિકાના ઓક્લાહોમા રાજ્યમાં રહેતા 42 વર્ષના લોરેન્સ પોલ એન્ડરસને કર્યું છે. એન્ડરસને એક મહિલાની નિર્દયતાથી હત્યા કરી નાખી. લોરેન્સ પોલ એન્ડરસને એક મહિલાની હત્યા કરીને તેના શરીરમાંથી તેનું હૃદય કાઢીને તેનું હૃદય કાપી રાંધીને ખાધું હતું.

પોલ એન્ડરસને મહિલાનું હૃદય કાપીને ખાવા ઉપરાંત ચાર વર્ષના બાળક સહિત વધુ બે લોકોની હત્યા પણ કરી નાખી હતી. તેણે આ તમામ હત્યાઓ વર્ષ 2021માં કરી હતી. આ માટે તેને અમેરિકાના ઓક્લાહોમા રાજ્યમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. બીજા કેસમાં તે વર્ષ 2021માં જેલમાંથી મુક્ત થયો હતો અને છૂટ્યાના એક મહિનાથી ઓછા સમયમાં તેણે ત્રણ હત્યાઓ કરી હતી. જેલમાંથી છૂટ્યાના થોડા અઠવાડિયા બાદ તેણે એન્ડ્રીયા બ્લેન્કનશીપની હત્યા કરી અને પછી તેનું હૃદય બહાર કાઢ્યું હતું.

તે મહિલાનું હૃદય લઈને પોતાના કાકા-કાકીના ઘરે લઈ ગયો હતો અને તેને બટાકા સાથે રાંધીને ખાધુ હતું. ત્યારબાદ તેણે 67 વર્ષની લિયોન પાઈ અને તેની 4 વર્ષની પૌત્રી કેઓસ યેટ્સની ચાકુ મારીને હત્યા કરી નાખી હતી.

એન્ડરસનને ડ્રગ કેસમાં 20 વર્ષની સજા કરવામાં આવી હતી જેમાંથી તેણે માત્ર ત્રણ વર્ષની સજા ભોગવી હતી. તેને ઓક્લાહોમાના ગવર્નર કેવિન સ્ટિટ દ્વારા સજા કરવામાં આવી હતી. તેની સામે દાખલ કરાયેલા કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, એન્ડરસનને ભૂલથી સજાની યાદીમાં મૂકવામાં આવ્યો હતો. આ સિવાય એન્ડરસનને હત્યા, હુમલો અને શરીરના અંગ ખાવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હુમલામાં ઘાયલ થયેલા એન્ડરસનની કાકી અને અન્ય પીડિતોના પરિવારોએ ઓક્લાહોમાના ગવર્નર અને જેલ પેરોલ બોર્ડ સામે કેસ દાખલ કર્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.

Padma Patel

પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો

Hina Vaja

પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી

Siddhi Sheth
GSTV