અમેરિકાના મોટા અધિકારી અને ભારતમાં કેન્સ્યુલેટ જનરલ માઈક હેંકી ગુજરાતમાં વડોદરા અને સુરતમાં આવી રહ્યાં છે. જો કે વડોદરા અને સુરત આવતા પહેલા તેમણે ગુજરાતીઓને પ્રશ્ન પૂછી જવાબ માંગ્યો છે કે વડોદરા-સુરતમાં ખાવા માટે બેસ્ટ શું છે? આ સાથે તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ પર ગુજરાતમાં ખાસ ટ્રાય કરવા જેવી ડીશનું અને જોવા લાયક સ્થળોનું રેકમન્ડેશન માંગ્યું હતું.

‘અતિથી દેવો ભવ:’ એ ભારતની સંસ્કૃતિનો એક મોટો ભાગ છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાત તેની એક આગવી ઓળખ ધરાવે છે.ગુજરાત અતિથિઓના સત્કાર માટે હમેશા જાણીતું છે. ગુજરાતમાં જોવાલાયક સ્થળો ઉપરાંત પણ અમુક વાનગીઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે..એક જાણીતી કહેવત છે કે ‘ કાશીનું મરણ અને સુરતનું જમણ’ એમ ગુજરાતનું જમણ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. તો જયારે માઈક હેન્કી ગુજરાત આવી રહ્યા છે ત્યારે એક ગુજરાતી તરીકે તમે કઈ ડીશ અને કઈ જગ્યા ફરવા માટે તેમને સજેસ્ટ કરશો ?

યુએસ કાઉન્સેલે માંગ્યા સજેશન
એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં ગઈકાલે ધ કોન્સ્યુલેટ જનરલ ઓફ ધ અમેરિકા, માઈક હેન્કી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. અને ગુજરાતની આ મુલાકાતનો તેઓ ભરપુર લુત્ફ ઉઠાવવા માંગે છે અને ગુજરાતમાં આવો અને ગુજરાતી જમણ ન જમો કે ગુજરાતની જાણીતી જગ્યાનો તેના સ્થાપ્ય્તોણે ન જુવો ત્યાં સુધી મુલાકાત અધુરી ગણાય આથી તેમણે ગુજરાતમાં ખાસ ચાખવા જેવી વાનગીઓનું અને ફરવા લાયક સ્થળોનું સજેશન માંગ્યું હતું.

આ સજેશન માંગવા માટે તેમણે તેમના ઇન્સ્ટાગ્રામનો સહારો લીધી હતો અને તેમના ફોલોઅર્સ પાસે તેમની ગુજરાત યાત્રા દરમિયાન ન ચૂકવા જેવી ખાસ ગુજરાતી વાનગીઓનું લીસ્ટ મંગાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે instagram પર આ પોસ્ટ તેમના વતીથી યુએસ કોન્સ્યુલેટ જનરલના મુંબઈ ડિવિઝને કરી હતી.
આ પોસ્ટમાં તેમનો ફોટો શેર કરીને કેપ્શન લખ્યું હતું કે ,” યુએસ કોન્સ્યુઅલ જનરલ માઈક હેન્કી વડોદરા અને સુરત આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તો તેમણે ક્યાં અને કયું ફૂડ ખાસ ટ્રાય કરવું જોઈએ?’
READ ALSO
- અંબરનાથ/ શિવમંદિર ફેસ્ટીવલમાં ક્ષમતા કરતા વધુ લોકો ભેગા થતા વ્યવસ્થાઓ પડી ભાંગી : ધક્કામુક્કી થતા ૧૧ ઘાયલ
- Smart TV/ દિવાલ ઉપર ટિંગાળેલું સ્માર્ટ ટીવી ઘરમાં કરી રહ્યું છે જાસૂસી, બચવું હોય તો તાત્કાલિક આ સેટિંગ્સ કરી દો બંધ
- શું વિકાસની ફક્ત ગુલબાંગો? ગુજરાતના 23 જિલ્લાઓેમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં થયો વધારો, અત્યાધુનિક ગુજરાતની વાતો પાંગળી
- Women’s Health/ હાર્ટ એટેક અને મેનોપોઝના લક્ષણોમાં ના રહેશો બેદરકાર, નજરઅંદાજ કરવું ભારે પડશે
- વિશ્વની સૌથી સુંદર ક્રિકેટરો, બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની આગળ ઝાંખી લાગશે, તેમનું સૌંદર્ય તમને દિવાના બનાવી દેશે