GSTV
Home » News » અમેરિકાની વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટી યોજશે કોન્ફરન્સ , ટ્રમ્પની માનસિક અવસ્થાની કરશે ચર્ચા

અમેરિકાની વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટી યોજશે કોન્ફરન્સ , ટ્રમ્પની માનસિક અવસ્થાની કરશે ચર્ચા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના કાર્યકાળમાં દુનિયાના મોટા ભાગના દેશો સાથે દુશ્મની લઈ ચુક્યા છે. બીજી તરફ વિરોધી પક્ષ ડેમોક્રેટિક પાર્ટી ટ્રમ્પ માનસિક રીતે સ્વસ્થ નહી હોવાનો દાવો કરી રહી છે એટલે જ નહી ડેમોક્રેટ્સે ટ્રમ્પની માનસિક અવસ્થાની ચર્ચા કરવા માટે એક કોન્ફરન્સનુ આયોજન કરવાનુ નક્કી કર્યુ છે.

આ કોન્ફરન્સ વોશિંગ્ટનમાં કેપિટલ હિલ ખાતે યોજાશે. જેમાં ડેમોક્રેટિક પાર્ટીના સાસંદો તેમજ મીડિયા પણ મોજૂદ રહેશે. આ કોન્ફરન્સમાં યેલ યુનિવર્સિટીના મનોચિકિત્સક ડો.બેંડી લી અભિપ્રાય આપશે. ડો.લી અગાઉ ડેન્જરસ કેસ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ નામનુ પુસ્તક લખી ચુક્યા છે. આ પુસ્તક લખવા માટે તેમણે બીજા 27 મનોચિકિત્સકોની મદદ લીધી હતી.

ડો.લી કહી ચુક્યા છે કે, ટ્રમ્પ માનસિક રીતે બિમાર છે અને મારી જવાબદારી છે કે હું તેમની ખરાબ માનસિક હાલતના કારણે કયા પ્રકારના જોખમો સર્જાઈ શકે છે તે અંગે જાહેરમાં લોકોને જાણકારી આપું.

READ ALSO

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!