GSTV
News World ટોપ સ્ટોરી

જો યુક્રેનમાં ઘુસ્યું રશિયા તો આ લોકોને આપવામાં આવશે શરતી મોત, હિટ લિસ્ટ તૈયાર

રુસ જો યુક્રેન પર હુમલો કરે છે તો મોટી સંખ્યામાં કત્લેઆમ થશે. અમેરિકાનો દાવો છે કે રુસે હિટ લિસ્ટ તૈયાર કરી લીધી છે. એના નિશાના પર આલોચક, મોસ્કો વિરોધી અને યુક્રેનનો નબળો તબકો છે. રુસી સેનાએ આ લોકોને મોતને ઘાટ ઉતારશે. જો કે રૂસે એનું ખંડન કર્યું છે. જણાવી દઈએ કે રુસ દ્વારા પૂર્વ યુક્રેનના બે પ્રાંતોને અલગ દેશના રૂપમાં માન્યતા આપવા બંને દેશો વચ્ચે યુદ્ધ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.

USએ લેટર લખી વ્યકત કરી આશંકા

russia ukraine crisis

એક વૉશિન્ગટન પોટ્સના હવાલાથી છપાયેલી ખબર મુજબ, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં અમેરિકાના પ્રતિનિધિ રાજદૂત બાથશેબા નેલ ક્રોકરે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્ત મિશેલ બાચેલેટને એક પત્ર લખ્યો છે. જેમાં એમણે દાવો કર્યો છે કે રુસની યોજના યુક્રેનમાં મોટા પાયદાન પર કત્લેઆમની છે.

નામ સાથે લિસ્ટ તૈયાર

રાજદૂતે પત્રમાં લખ્યું, ‘અમારી પાસે વિશ્વસનીય માહિતી છે જે દર્શાવે છે કે રશિયન સેનાએ એક હિટ લિસ્ટ તૈયાર કર્યું છે, જેને યુક્રેન પર હુમલા બાદ લાગુ કરવામાં આવશે. તેમાં એવા લોકોના નામ છે જેમને મોતને ઘાટ ઉતારવામાં આવશે અથવા ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવશે. અમેરિકાનું કહેવું છે કે રશિયા તેનો વિરોધ કરનારાઓને નિશાન બનાવશે. રશિયન અને બેલારુસિયન અસંતુષ્ટો, પત્રકારો, ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકરો, લઘુમતીઓ અને યુક્રેનમાં રહેતા LGBTQI+ સમુદાયો સામેલ છે.

યુદ્ધ ટાળવાના પ્રયાસો પર પાણી

પત્રમાં વ્યાપક માનવાધિકાર ઉલ્લંઘન અને દુરુપયોગ તેમજ વિરોધીઓ સામે ગેરવાજબી બળના ઉપયોગની ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રશિયાએ પૂર્વી યુક્રેનના બે પ્રાંતોને અલગ દેશ તરીકે માન્યતા આપ્યા બાદ તમામ સમીકરણો પલટાઈ ગયા છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિના પ્રયાસોને કારણે યુદ્ધનો ખતરો ઓછો થયો છે, પરંતુ હવે યુદ્ધ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

Read Also

Related posts

અમેરિકા/ FBIની સિનસિનાટી સ્થિત ઓફિસમાં બંદૂકધારી ઘૂસ્યો, પોલીસ સામે ફાયરિંગ કરતા કરાયો ઠાર

Binas Saiyed

સ્થિતિમાં કોઈ સુધારો નહીં/ ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશમાં 27 કરોડ લોકો હજુ પણ ગરીબી રેખા નીચે

Binas Saiyed

સલમાન રશ્દી પર જીવલેણ હુમલો કરનારની થઇ ઓળખ; વેન્ટિલેટર પર છે લેખક, એક આંખ ગુમાવવાનો ખતરો

Damini Patel
GSTV