GSTV

અમેરિકાએ પાકિસ્તાનની ચાર્ટર્ડ ફ્લાઈટ્સ પર મૂકી દીધો પ્રતિબંધ, આ છે મોટું કારણ

વિદેશ

બોગસ પાયલોટોથી ભરપૂર પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ(PIA)ની ચાર્ટર્ડ ફ્લાઈટો પર અમેરિકાએ પણ પ્રતિબંધ મુકી દીધો છે. અમેરિકાના પરિવહન વિભાગનું કહેવું છે કે, પાયલોટોના સર્ટિફિકેશનને લઈન ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને વ્યક્ત કરેલી ચિંતાઓ બાદ અમેરિકાએ આ નિર્ણય લીધો છે.

પાકિસ્તાને ગયા મહિને જ કબૂલાત કરી કે….

પાકિસ્તાને ગયા મહિને જ કબૂલાત કરી હતી કે, પાકિસ્તાની એરલાઈન્સના લગભગ ત્રીજા ભાગના પાયલોટ એવા છે જેમણે બોગસ રીતે લાઈસન્સ લીધું છે. પાકિસ્તાનની કબૂલાત બાદ દુનિયાના મોટાભાગના દેશો ચોંકી ઉઠ્યા હતા. એ પછી સંખ્યાબંધ દેશોએ પાકિસ્તાની પાયલોટો દ્વારા વિમાન ચલાવવા પર રોક લગાવી દીધી હતી. વિયેટનામ તેમજ યુરોપ અને બીજા મુસ્લિમ દેશોએ પાકિસ્તાની પાયલોટોને બેન કરી દીધા હતા.

PIAના ઓથરાઈઝેશનને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધું

જેમ કે યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સીએ પણ PIAના ઓથરાઈઝેશનને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં કહેવાયુ છે કે, PIA દ્વારા અમેરિકાએ મુકેલા બેનનું સમર્થન કરાયું છે અને તે આ સ્થિતિને સુધારવા માટે કામ કરશે. મે મહિનામાં પાકિસ્તાની એરલાઈન્સનું પ્લેન ક્રેશ થતાં 97 લોકોના મોત થયા હતા. એ પછી ઘટસ્ફોટ થયો હતો કે, PIAના ઘણા પાયલોટોના લાયસન્સ બોગસ છે.

Read Also

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!