GSTV
News Trending World

અમેરિકા અને ચીન બંને પાકિસ્તાનનો ઉપયોગ ભારતને ભીડાવવા કરશે, અમેરિકા માટે હવે મોટી તક આવી

શરીફની મહેરબાનીથી પાકિસ્તાન દર વર્ષે ૫ ફેબ્રુઆરીએ કાશ્મીર એકતા દિવસ ઉજવે છે. પાકિસ્તાન વરસોથી બકવાસ કરે છે કે, ભારતે જમ્મુ અને કાશ્મીર પચાવી પાડયું છે, ભારતીય લશ્કર કાશ્મીરીઓ પર અત્યાચાર કરે છે. પાકિસ્તાન કાશ્મીરીઓને પડખે છે ને કાશ્મીરને ભારતથી આઝાદ કરાવવા ફાંફાં મારનારાંને પોતાનો તન, મન, ધનથી ટેકો છે એવો દેખાડો કરવા દર વર્ષે કાશ્મીર એકતા દિવસ ઉજવે છે. એ દિવસે કાશ્મીરની આઝાદી માટે લડતાં મરાયેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવાનાં ને કાશ્મીરીઓના ટેકામાં રેલીઓ યોજવાનાં નાટક પાકિસ્તાનમાં થાય છે.

આ તૂત જમાત-એ-ઈસ્લામી પાકિસ્તાનના મુખિયા કાઝી હુસૈન અહમદે ૧૯૯૦માં શરૂ કરેલું. નવાઝ શરીફે તેને ટેકો આપ્યો ત્યારથી આ તૂત ચાલી રહ્યું છે. શરીફ સત્તામાં આવ્યા પછી તેમણે દર વર્ષે પાકિસ્તાનમાં આ તાયફો શરૂ કરાવ્યો. શરીફે આઈએસઆઈ અને લશ્કરને પણ સામેલ કરતાં કાશ્મીર એકતા દિવસના નામે ભારત વિરોધી ઝેર ઓકવાનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલે છે. ભારતને ભરપેટ ગાળો આપીને અત્યાચારી રાષ્ટ્ર ચિતરવામાં કોઈ કસર છોડાતી નથી. આ બધું નવાઝ શરીફની દેન છે. શાહબાઝ અમેરિકાના પીઠ્ઠુ તરીકે ગાદી પર બેસશે એ પણ કષ્ટદાયક છે. અમેરિકા જાહેરમાં ભારતને દોસ્ત ગણાવે છે પણ અંદરખાને ભારતની મેથી માર્યા કરે છે. ભારતને પજવવા પાકિસ્તાનને ચાવી મારી મારીને અમેરિકાએ કાશ્મીરનું ડિંડવાણું ચલાવ્યું છે. શાહબાઝ વડાપ્રધાન બનતાં તેમાં તેજી આવશે.

નવાઝ શરીફે અમેરિકા સાથેના સંબધો સાચવીને ચીન સાથે નિકટતા વધારીને ચીનને પાકિસ્તાનમાં ઘૂસવાનો રસ્તો કરી આપેલો. શાહબાઝ પણ એ જ રસ્તે આગળ વધશે તેથી અમેરિકા અને ચીન બંને પાકિસ્તાનનો ઉપયોગ ભારતને ભિડાવવા કરશે.

શરીફ ખાનદાનને કઈ હદે ભારતની પ્રગતિ, ભારતના વિકાસ, ભારતના ખુદ્દાર વલણની ઈર્ષા છે તેનો પરચો નવાઝ શરીફની દીકરી મરીયમે આપ્યો છે. ઈમરાને ભારતની વિદેશ નીતિનાં વખાણ કર્યાં તેનાથી ગિન્નાઈને મરીયમે ટોણા ર્માર્યો કે, ઈમરાનને ભારત આટલું બધું ગમતું હોય તો તેણે ભારત જતા રહીને પાકિસ્તાનની જાન છોડવી જોઈએ. ભારત પાકિસ્તાનથી બધી રીતે ચડિયાતું છે તેમાં શંકા નથી પણ ઈમરાને એ વાત છેડી જ નહોતી. ઈમરાને તો રશિયા-યુક્રેન યુધ્ધમાં ભારતના મક્કમ વલણની જ પ્રસંશા કરી હતી. ઈમરાન પણ ભારતદ્વેષી છે પણ તેણે ભારતમાં સાચાં વખાણ કરેલાં. મરીયમથી એ વખાણ પણ સહન ન થયાં તેના પરથી જ ભારત તરફની નફરતનો ખ્યાલ આવી જાય.અમેરિકા અને ચીન બંને પાકિસ્તાનનો ઉપયોગ ભારતને ભીડાવવા કરશે, અમેરિકા માટે હવે મોટી તક આવી

શરીફની મહેરબાનીથી પાકિસ્તાન દર વર્ષે ૫ ફેબ્રુઆરીએ કાશ્મીર એકતા દિવસ ઉજવે છે. પાકિસ્તાન વરસોથી બકવાસ કરે છે કે, ભારતે જમ્મુ અને કાશ્મીર પચાવી પાડયું છે, ભારતીય લશ્કર કાશ્મીરીઓ પર અત્યાચાર કરે છે. પાકિસ્તાન કાશ્મીરીઓને પડખે છે ને કાશ્મીરને ભારતથી આઝાદ કરાવવા ફાંફાં મારનારાંને પોતાનો તન, મન, ધનથી ટેકો છે એવો દેખાડો કરવા દર વર્ષે કાશ્મીર એકતા દિવસ ઉજવે છે. એ દિવસે કાશ્મીરની આઝાદી માટે લડતાં મરાયેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવાનાં ને કાશ્મીરીઓના ટેકામાં રેલીઓ યોજવાનાં નાટક પાકિસ્તાનમાં થાય છે.

આ તૂત જમાત-એ-ઈસ્લામી પાકિસ્તાનના મુખિયા કાઝી હુસૈન અહમદે ૧૯૯૦માં શરૂ કરેલું. નવાઝ શરીફે તેને ટેકો આપ્યો ત્યારથી આ તૂત ચાલી રહ્યું છે. શરીફ સત્તામાં આવ્યા પછી તેમણે દર વર્ષે પાકિસ્તાનમાં આ તાયફો શરૂ કરાવ્યો. શરીફે આઈએસઆઈ અને લશ્કરને પણ સામેલ કરતાં કાશ્મીર એકતા દિવસના નામે ભારત વિરોધી ઝેર ઓકવાનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલે છે. ભારતને ભરપેટ ગાળો આપીને અત્યાચારી રાષ્ટ્ર ચિતરવામાં કોઈ કસર છોડાતી નથી. આ બધું નવાઝ શરીફની દેન છે. શાહબાઝ અમેરિકાના પીઠ્ઠુ તરીકે ગાદી પર બેસશે એ પણ કષ્ટદાયક છે. અમેરિકા જાહેરમાં ભારતને દોસ્ત ગણાવે છે પણ અંદરખાને ભારતની મેથી માર્યા કરે છે. ભારતને પજવવા પાકિસ્તાનને ચાવી મારી મારીને અમેરિકાએ કાશ્મીરનું ડિંડવાણું ચલાવ્યું છે. શાહબાઝ વડાપ્રધાન બનતાં તેમાં તેજી આવશે.

ચીન

નવાઝ શરીફે અમેરિકા સાથેના સંબધો સાચવીને ચીન સાથે નિકટતા વધારીને ચીનને પાકિસ્તાનમાં ઘૂસવાનો રસ્તો કરી આપેલો. શાહબાઝ પણ એ જ રસ્તે આગળ વધશે તેથી અમેરિકા અને ચીન બંને પાકિસ્તાનનો ઉપયોગ ભારતને ભિડાવવા કરશે.

શરીફ ખાનદાનને કઈ હદે ભારતની પ્રગતિ, ભારતના વિકાસ, ભારતના ખુદ્દાર વલણની ઈર્ષા છે તેનો પરચો નવાઝ શરીફની દીકરી મરીયમે આપ્યો છે. ઈમરાને ભારતની વિદેશ નીતિનાં વખાણ કર્યાં તેનાથી ગિન્નાઈને મરીયમે ટોણા ર્માર્યો કે, ઈમરાનને ભારત આટલું બધું ગમતું હોય તો તેણે ભારત જતા રહીને પાકિસ્તાનની જાન છોડવી જોઈએ. ભારત પાકિસ્તાનથી બધી રીતે ચડિયાતું છે તેમાં શંકા નથી પણ ઈમરાને એ વાત છેડી જ નહોતી. ઈમરાને તો રશિયા-યુક્રેન યુધ્ધમાં ભારતના મક્કમ વલણની જ પ્રસંશા કરી હતી. ઈમરાન પણ ભારતદ્વેષી છે પણ તેણે ભારતમાં સાચાં વખાણ કરેલાં. મરીયમથી એ વખાણ પણ સહન ન થયાં તેના પરથી જ ભારત તરફની નફરતનો ખ્યાલ આવી જાય.

Read Also

Related posts

વિશ્વબજારમાં સોના, ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં તેજીનો પવન ફૂંકાયો

Padma Patel

શેર બજારમાં અવિરત ઐતિહાસિક તેજી : સેન્સેક્સ નિફટી નવા શિખર પર પહોંચ્યા

Padma Patel

BIG NEWS! સિદ્ધુ મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરારની કેલિફોર્નિયામાંથી ધરપકડ

pratikshah
GSTV