GSTV
News Trending World

નવી રણનીતિના સંકેત! / POK અંગે અમેરિકાનું વિવાદાસ્પદ નિવેદન, US રાજદૂતે ગણાવ્યું આઝાદ કાશ્મીર

ભારતને પોતાનો મિત્ર ગણાવનાર અમેરિકા તાજેતરના સમયમાં ફરી એક વખત પાકિસ્તાન તરફ ઢળી રહ્યું છે. પાકિસ્તાનને એફ-૧૯ ફાઈટર જેટ અપગ્રેડ કરવા નાણાકીય સહાય કરનાર અમેરિકાના રાજદૂત ડોનાલ્ડ બ્લોમે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)નો પ્રવાસ કરીને પીઓકેનો ઉલ્લેખ ‘આઝાદ કાશ્મીર’ તરીકે કરીને હલચલ મચાવી દીધી છે. આ સાથે અમેરિકાની આ ચાલ તેના ચાવવાના અને બતાડવાના દાંત જૂદા છે. બાઈડનના પ્રમુખ બન્યા પછી અમેરિકાનો પાકિસ્તાન પ્રેમ નવી રણનીતિના સંકેત આપે છે.

અમેરિકન રાજદૂત ડોનાલ્ડ બ્લોમે ત્રીજી ઑક્ટોબરે પીઓકેનો પ્રવાસ કર્યો હતો. આ સમયે તે પીઓકેના મુઝફ્ફરાબાદમાં સ્થિત મોહમ્મદ અલી ઝિણાની યાદમાં બનેલી પોસ્ટ ઓફિસ પર પણ પહોંચ્યા હતા. ડોનાલ્ડ બ્લોમના પ્રવાસ અંગે ઈસ્લામાબાદ ખાતેની અમેરિકન એમ્બેસીએ અલગથી ટ્વિટ કરી હતી, જેમાં પીઓકેનો ઉલ્લેખ આઝાદ કાશ્મીર તરીકે કરાયો હતો.

ભારત આખા કાશ્મીરને પોતાનું અભિન્ન અંગ ગણાવી રહ્યું છે ત્યારે અમેરિકન રાજદૂતના પીઓકેના પ્રવાસ અંગે વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. આ પહેલાં એપ્રિલમાં વિદેશ મંત્રાલયે અમેરિકન પ્રતિનિધિ ઈલ્હાન ઉમરના પીઓકે પ્રવાસને સંકૂચિત માનસિક્તાવાળું રાજકારણ ગણાવ્યું હતું. જોકે, છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકન પ્રતિનિધિમંડળનો આ પહેલો પીઓકે પ્રવાસ હતો. ઈલ્હાન ઉમરે પીઓકેના પ્રવાસ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારોના મુદ્દાની સાથે કલમ ૩૭૦ રદ કરવા મુદ્દે પણ નિવેદન આપ્યું હતું.

દરમિયાન પાકિસ્તાનમાં અમેરિકન રાજદૂત ડોનાલ્ડ બ્લોમે પાકિસ્તાની વારસા અને સાંસ્કૃતિક સ્થળોની જાળવણી તેમજ ૨૦૦૫ના ભૂકંપ પીડિતો માટે અમેરિકન મદદના આશયથી પીઓકેનો પ્રવાસ કર્યો હતો. અમેરિકન રાજદૂતના પીઓકે પ્રવાસ મુદ્દે પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત અબ્દુલ બાસિતે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે થઈ રહેલા પરિવર્તનોને જોતાં અમેરિકા ઈચ્છે છે કે પાકિસ્તાન સાથે તેના સંબંધો સુધરે, જેથી તે સુપરપાવર બની રહેલા ચીન સાથે વધુ સારી રીતે કાઉન્ટર કરી શકે. અમેરિકન રાજદૂત બ્લોમ દ્વારા પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવવું ઘણું મહત્વપૂર્ણ છે.

પાકિસ્તાનમાં શાહબાઝ શરીફની સરકારના આગમન પછી અમેરિકા તેના તરફ ઢળી રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકાએ પાકિસ્તાનને એફ-૧૬ ફાઈટર જેટના કાફલાના સંચાલન માટે ૪૫૦ મિલિયન ડોલરની મદદ કરી હતી. ભારતે આ સમયે તિવ્ર વાંધો ઉઠાવ્યો હતો. જોકે, અમેરિકાએ તેની આ મદદનો બચાવ કર્યો હતો. છતાં વિદેશ મંત્રી જયશંકરે અમેરિકા સામે આકરું વલણ અપનાવતા કહ્યું હતું કે, મૂર્ખ ન બનાવશો, ભારતને ખબર છે કે પાકિસ્તાનને જે મદદ થઈ રહી છે, તેનો તે ક્યાં અને કોના વિરુદ્ધ ઉપયોગ કરશે.

READ ALSO

Related posts

આ ખાસ હેતુ માટે હજારો લોકો નેકેડ અવસ્થામાં પહોંચ્યા સિડનીના બીચ પર, જુઓ વીડિયો

Padma Patel

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi
GSTV