GSTV

241 મુસાફરોનો જીવ બચ્યો : હવામાં સળગવા લાગ્યુ વિમાનનું એન્જિન, લોકોના ઘરો પર પડ્યો સળગતો કાળમાળ

અમેરિકાના ડેનવર ઈંટરનેશનલ એરપોર્ટથી શનિવારે યુનાઈટેડ એરલાઈન્સ ફ્લાઈટ 328 એ ઉડાન ભરી ત્યારે કોઈએ વિચાર્યુ પણ નહીં હોય તે, થોડી મિનીટોમાં જ તેમની સામે એક ખૌફનાક ઘટના આવવાની છે. ઉડાન ભર્યાની થોડીક સેકન્ડોમાં ફ્લાઈટનું એન્જિન ફેલ થઈ ગયુ અને આગની લપેટોની સાથે સળગવા લાગ્યું.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યુ હતું કે, હોનોલૂલૂ જઈ રહેલુ બોઈંગ 777 વિમાન ટેકઓફ દરમિયાન તેનું એક એન્જિન ફેલ થવાના કારણે પાછુ આવી રહ્યુ હતું. ઉડાન ભર્યા બાદ એન્જિન ફેલ થવાના કારણે તેમાં આગ લાગી ગઈ હતી.

જેને વીડિયો એક યાત્રિએ બનાવ્યો હતો. સારી વાત એ છે કે, પ્લેન ઉડાન ભર્યાની 20 મીનિટમાં પણ પાછુ લેંડ થઈ ગયુ અને કોઈ નુકસાન થયુ નહીં.

રનવે થી ઉડાન ભરતાં જ આગ લાગી ગઈ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકાના ડેનવર એરપોર્ટથી ઉડાન ભર્યાના અમુક મીનિટો પછી જ તેના એન્જિનમાં આગ લાગી ગઈ છે. આ દરમિયાન નેશનલ ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી બોર્ડ (NTSB)એ ઘટનાની તપાસ માટે એક ટીમ બનાવી દીધી છે.

એન્જિન ફેલ થવાની જાણકારી તુરંત ગ્રાઉંડ કંટ્રોલને પાયલોટે આપી, પ્લેનનો કાળમાળ નીચે શહેરો પર પડી રહ્યો હતો. આ અંગેની તસ્વીરો પોલીસે પણ શેર કરી છે, જેમાં લોકોના ઘરની બહાર કાટમાળ ફેલાયેલો છે. જો કે, આ દુર્ઘટનામાં કોઈને નુકસાન થયુ નથી. તથા તમામ યાત્રિઓને સહીસલામત પાછા લાવવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

યુસુફ પઠાણે ક્રિકેટ જગતમાંથી લીધો સંન્યાસ, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ

Pravin Makwana

ખાસ વાંચો / હવે જનમતાની સાથે જ બની જશે નવજાતનું આધાર કાર્ડ, જાણો સમગ્ર પ્રક્રિયા…

Mansi Patel

BIG NEWS : પશ્વિમ બંગાળ સહિત દેશના 5 રાજ્યોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, આટલા તબક્કામાં યોજાશે મતદાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!