GSTV
Home » News » આરબની ખાડીમાં તૈનાત થયું અમેરિકી એરક્રાફ્ટ કેરિયર, શું ગલ્ફ વોરનાં ભણકારા

આરબની ખાડીમાં તૈનાત થયું અમેરિકી એરક્રાફ્ટ કેરિયર, શું ગલ્ફ વોરનાં ભણકારા

અમેરિકાએ તેના એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકનને અરબી ગલ્ફમાં તૈનાત કર્યું છે. ઇરાન સાથેના બગડેલા સંબંધો સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં બંને દેશો વચ્ચે તણાવના સમાચાર આવ્યા છે. ઇરાનના રીવોલ્યૂશનરી ગાર્ડ તરફથી યુદ્ધના થાય અને તેને ટાળવા માટે અમેરિકાઓ યુ.એસ.એસ અબ્રાહમ લિંકનને તૈનાત કરવામાં આવ્યું છે.

યુએસએસ અબ્રાહમ લિંકન પર પોસ્ટ કરાયેલા અધિકારીઓએ સમાચાર એજન્સી એપીને જણાવ્યું હતું કે જો તેમની સામે કોઈ પડકાર આવે તો તેઓ તેનો જવાબ આપશે.

યુ.એસની નૌસેનાએ અરેબિયન ગલ્ફમાં હોર્મોઝની નજીક કેમ ન જતા હોવા અંગે વાત કરવાનો ઇનકાર કર્યો હતો? તેઓએ કહ્યું કે તે તે સ્થળે કોઈપણ પ્રકારના મિશન માટે તૈયાર છે. જોકે, લિંકનના કેપ્ટન, પુત્મ બ્રાઉને એસોસિયેટેડ પ્રેસને કહ્યું હતું કે “તમે અજાણતા કંઈપણ વધારવા માંગતા નથી.”

ઉલ્લેખનીય છે કે ઇરાન હોર્મોઝ પર શા માટે દમ મારીને વાત કરે છે કારણકે આ એ સ્થાન છે જ્યાંથી ઓઇલ સપ્લાયનો માર્ગ ખુલે છે. જો ઈરાન હોર્મોઝનો માર્ગ બંધ કરશે, તો તેલ માટે વૈશ્વિકભરમાં હાહાકાર મચી જશે.

મે મહિનામાં વ્હાઈટ હાઉસે યુએસએસ લિંકન અને તેના સંપૂર્ણ કાફલાને મિડ ઇસ્ટ પર બી -52 અને લશ્કરી દળો સાથે જવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે વચ્ચે એવી ખબર આવી હતી કે ઈરાનને અમેરિકી હવાઈ હુમલાની સ્થિતી વચ્ચે હોક વિમાનોથી પોતાની સુરક્ષાની પ્લાનિંગ કરશે.

READ ALSO

Related posts

જૂનાગઢમાં ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કર્યા, કોંગ્રેસ ક્લિન બોલ્ડ

Mayur

જમ્મુ કાશ્મીરના અનંતનાગ હાઇવે પાસે IED હોવાની સૂચના, રોકવામાં આવી અમરનાથ યાત્રા

Bansari

આસામમાં ભારે વરસાદ બાદ 16 ગેંડા સહિત 187 વન્યજીવોના મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!