અમેરિકાના એવિએશન વિભાગે એરલાઈન્સ અને પાયલટ્સ માટે એક નોટિસ જારી કરીને પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગ ન કરવાની ભલામણ કરી છે. આતંકી હુમલાની શક્યતાના પગલે એરલાઈન્સને ચેતવણી આપવામાં આવી છે.અમેરિકાના એવિએશન વિભાગે એરલાઈન્સને નોટિફિકેશન જારી કરીને કહ્યું હતું કે આતંકવાદી પ્રવૃત્તિથી ધમધમતા પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ ન કરવાનું સલાહભર્યું છે. પાકિસ્તાન હેઠળના કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ થતી હોવાથી એના આકાશનો ઉપયોગ પ્રવાસીઓ માટે જોખમી હોવાનું અમેરિકાએ કહ્યું હતું.

એડવાઈઝરીમાં એવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી કે પાકિસ્તાનમાંથી પસાર થતાં અમેરિકન વિમાનો ઉપર આતંકવાદી હુમલો થઈ શકે છે. એ ખતરાને ટાળવા માટે પાક.ના હવાઈ ક્ષેત્રમાંથી પસાર ન થવાની ભલામણ અપાઈ હતી.

અમેરિકાના નોટિફિકેશમાં સીઆરપીએફના જવાનો ઉપર ગત વર્ષે 14મી ફેબુ્આરીએ થયેલા આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કરાયો હતો. એ નોટિસમાં કહેવાયું હતું કે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં ભારતના 40 જવાનો શહીદ થયા હતા.પાકિસ્તાન પ્રેરિત આતંકવાદની ભયાનકતાનો પરિચય આપવા માટે અમેરિકાના એવિએશન વિભાગે એ હુમલાનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી હતી.
READ ALSO
- ભેજાબાજ ગઠિયાઓએ લોકોને વિશ્વાસમાં લીધા અને 300 કિલો સોનું લઈને થઈ ગયા ફરાર, 700 લોકો સાથે કર્યો વિશ્વાસઘાત
- NMACCના ભવ્ય ઉદઘાટનમાં નીતા અંબાણીના ભરતનાટ્યમ પર્ફોર્મન્સે મંત્રમુગ્ધ કર્યા, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
- BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા
- ચીનમાં કોલેજ લવર્સને સ્પ્રિંગ બ્રેક : વિદ્યાર્થીઓને ‘વસંત વિલાસ’ માટે રજા આપવાની નોબત કેમ આવી?, આ ઘાતકી નીતિ છે જવાબદાર
- “બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર