GSTV

જ્યોર્જ બુશ સિનિયર પર જાતીય દુરવ્યવહારનો આરોપ, ગેરવર્તન પર માંગી માફી

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ એચ. ડબલ્યૂ બુશ પર જાતીય દુર્વ્યવહારનો આરોપ લાગ્યો છે. હોલીવુડની અભિનેત્રી હીથર લિંડે બુશ સિનિયર પર એક કાર્યક્રમ દરમિયાન બે વખત તેના શરીરને અભદ્ર રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો છે.

હીથરે કહ્યું છે કે વ્હીલ ચેર પર બેસીને બુશનો અંદાજ હાથથી કંઈક ફંફોસવાનો હતો. હોલીવુડની અભિનેત્રીએ કહ્યું છે કે તેની સાથે આ ઘટના વોશિંગ્ટનની સ્પાઈઝ ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન થઈ હતી. તેણે ખુદ પણ કામ કર્યું હતું. આ ઘટના લગભગ ચાર વર્ષ પહેલાની છે.

હીથરે આના સંદર્ભેની વિગતો લાંબી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે. તેણે લખ્યું છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની સાથે જ આવેલી બુશની તસવીરને જોઈને તેને આંચકો લાગ્યો અને તે ઘટનાનું વિવરણ સાર્વજનિક કરવાથી ખુદને રોકી શકી નહીં. હિથર લિંડેએ લખ્યું છે કે તે દેશના તમામ ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખોનું સમ્માન કરે છે. પરંતુ આ ઘટનાએ તેની હેરાનગતિ કરી છે.

જે સમયે સિનિયર બુશે આવી હરકત કરી હતી. ત્યારે તેમના પત્ની બારબરા બુશ પણ બાજુમાં જ ઉભા હતા. બારબરાએ બુશની હરકત સામે એકવાર આંખ આડા કાન કર્યા હતા. પરંતુ જ્યારે સિનિયર બુશે ફરીથી આનુ પુનરાવર્તન કર્યું. તો બારબરાએ તેમને ક્હ્યુ હતુ કે નોટ અગેન. તે વખતે બુશે તેને ભદ્દો જોક સંભળાવવાની પણ કોશિશ કરી હતી.

આ હરકત કરતી વખતે સિનિયર બુશની ઉંમર 93 વર્ષની હતી. સિનિયર બુશના પુત્ર જ્યોર્જ ડબલ્યૂ. બુશ પણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રહી ચુક્યા છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખના પ્રવક્તાએ ક્હ્યુ છે કે બુશ ક્યારેય એવી સ્થિતિમાં રહ્યા નથી કે તેમનાથી કોઈને મુશ્કેલી પેદા થાય. પરંતુ તેમની મજાકથી હીથર લિંડેને દુખ પહોંચ્યું છે તો તેઓ તેના માટે માફી ઈચ્છી રહ્યા છે.

Related posts

પાટડીમાં પ્રથમ ડોઝની રસી આપવાની શરૂ કરાઈ, 100 જેટલા આરોગ્યકર્મીને અપાઈ રસી

Pravin Makwana

જામનગર/ 10 કરોડની છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ, પરત પૈસા ન આપતા મામલો વકર્યો

Pravin Makwana

રોકાણ/ શું તમે પણ કરવા માગો છો શેર માર્કેટમાંથી તગડી કમાણી, સ્ટેપ બાય સ્ટેપ જાણો શું છે આખી પ્રોસેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!