દરેક ફિલ્મમાં પોતાની કાતિલ અદાઓથી લોકોના દિલ પર રાજ કરનારી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે ઉર્વશી કોઇ ફિલ્મ માટે નહી પરંતુ પોતાના બોલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે.
કેટલાંક દિવસ પહેલાં જ ઉર્વશીની થ્રિલર રોમેન્ટિક ફિલ્મ હેટ સ્ટોરી-4 રિલિઝ થઇ હતી. તેની આ ફિલ્મ તો માટો પડદે કંઇ ખાસ ઉકાળી શકી નહી પરંતુ ફિલ્મમાં ઉર્વશીના બોલ્ડ અવતારે સૌનું દિલ જીતી લીધું.
ઉર્વશીએ તાજેતરમાં જ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તેની અદાઓ જોઇને સૌકોઇ ઉર્વશીના ફૅન બની ગયાં છે. હકીકતમાં આ ફોટોશૂટ ફેમસ એફએચએમ મેગેઝીન માટે કરાવવામાં આવ્યું છે.
તસવીરોમાં જોઇ શકાય છે કે ઉર્વશીએ ક્રિમ કલરનો લૉન્ગ શર્ટ પહેર્યો છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. ઉર્વશીની સુંદરતાના લાખો ફૅન્સ છે.
તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે હેટ સ્ટોરી-4નાં આશિક બનાયા સૉન્ગમાં તેના કાતિલ અંદાજે લાખો લોકોને તેના ફૅન બનાવી દીધા છે સાથે જ આ સૉન્ગને પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.
ઉર્વશીએ વર્ષ 2013માં આવેલી ફિલ્મ ‘સિંહ સાહબ ધ ગ્રેટ’ દ્વારા બોલીવુડમાં પદાર્પણ કર્યુ હતું. અત્યારસુધીમાં તેની આશરે 7 ફિલ્મો રિલિઝ થઇ છે. ઉર્વશીની ગદણતરી બોલીવુડની બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર ઉર્વશી સલમાન ખાનની ફિલ્મ રેસ-3માં આઇટમ નંબર કરશે તેવી શક્યતા છે.