બોલિવૂડની એકટ્રેસ અને મોડેલ ઉર્વશી રૌતેલા આજકાલ સોશિયલ મીડિયા પર કાંઇકને કાંઇક નવું કરતી રહે છે. તે દરરોજ નવી પોસ્ટ શેર કરતી હોય છે. આ રીતે તે સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહે છે. તાજેતરમાં જ તેણે પોતાનું દુ:ખ વ્યક્ત કરતી એક પોસ્ટ રજૂ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. હવે આ પોસ્ટમાં તે સતત રડતી રહી હોય તેમ જોવા મળે છે.
હૈયાફાટ રૂદન જોઇને એક સમયે તો દયા પેદા થઈ જતી
તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે સતત રડી રહી છે. તે દરવાજા પાસે ઉભી છે અને રડી રહી છે. તેનું હૈયાફાટ રૂદન જોઇને એક સમયે તો દયા પેદા થઈ જતી હોય છે. તેનો આ વીડિયો તાજેતરમાં જ રિલીઝ થયો છે અને તે તેના એક સોંગ ચાંદ કહાં સે લાઓગીનો વીડિયો છે.

બારીસોમાં છૂપ કે ઇતના રોયા હું મેં તુમકો ભી ઇતના રોના પડેગા
આ વીડિયો શેર કરીને ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું છે કે બારીસોમાં છૂપ કે ઇતના રોયા હું મેં તુમકો ભી ઇતના રોના પડેગા. સીર્ફ મેરા તૂટના કાફી નહીં હૈ, તુમકો ભી મુંતશીર હોના પડેગા. ઉર્વશીના આ વીડિયો પર ઘણા રિએક્શન આપવામાં આવી રહ્યા છે. લોકો તેની હાલત શુ છે તે જાણવા માગે છે તો એક યુઝરે તો લખ્યું છે કે આ બધું નાટક છે. ઉર્વશી રૌતેલા હાલમાં તેલુગુ ફિલ્મ બ્લેક રોઝમાં કામ કરી રહી છે અને ટૂંક સમયમાં આ ફિલ્મ રિલીઝ થનારી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- આનંદો/ ખુલ્લા મેદાનમાં યોજાતા લગ્ન પ્રંસગમાં બહોળી સંખ્યામાં મહેમાનને કરી શકશો આમંત્રિત, રૂપાણી સરકારની મોટી જાહેરાત
- રોકાણ માટે NSC છે એક સારો વિકલ્પ, સારા રિટર્ન અને ટેક્સની બચતની સાથે મળે છે ઘણા ફાયદાઓ
- બેન્કના લોકરમાં રૂપિયા રાખતા હો તો આ વીડિયો જોઈ લેજો, ખાતેદારે લોકર કર્યુ ઓપન તો તે પણ ચોંકી ઉઠયો!
- બંગાળમાં રાજકીય નૃત્ય: દીદીને વધુ એક ઝટકો, ચૂંટણી પહેલા વન મંત્રીએ આપ્યું રાજીનામુ
- બજેટ 2021 : ઘરોની માંગ વધારવા માટે ટેક્સ છૂટની સમય મર્યાદા વધારે સરકાર, રોકાણકારોને મળે છૂટ