GSTV

25 લાખનો ડ્રેસ પહેરીને રેગિસ્તાનમાં ઉર્વશી રૌતેલાનો જલવો!

Last Updated on December 12, 2020 by Mansi Patel

એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની વિવિધ સ્ટાઇલને કારણે ફેન્સના દિલ પર રાજ કરતી હોય છે. તેણે થોડા જ સમયમાં બોલિવૂડમાં પોતાની ઓળખ પેદા કરી લીધી છે. તાજેતરમાં જ ઉર્વશીએ આરબના એક લોકપ્રિય મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે રેડ ગાઉનમાં ખૂબસુરત લાગતી હતી.

કોઈ ઇન્ટરનેશનલ મેગેઝિનના કવર પેજ માટે ફોટોશૂટ કરાવનારી ઉર્વશી પ્રથમ ભારતીય હિરોઇન બની છે. આ દરમિયાન તેણે અત્યંત મોંઘો ડ્રેસ પહેર્યો હતો. આ રેડ કલરના ગાઉનની કિંમત 25 લાખ રૂપિયા હતી.

ઉર્વશીએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તેણે લખ્યું છે કે સપના પૂરા થાય છે પણ ત્યારે થાય છે જ્યારે તમે તેમ કરવા માટે આકરી મહેનત કરો છો. કેમ  આપણા સપનાની ઘણી ડિમાન્ડ હોય છે.

આ મેગેઝિનના એડિટર ઇન ચીફ સુલ્તાન અબુ ટાયરે કહ્યું હતું કે શૂટિંગ દરમિયાન ઉર્વશીએ તેના સપનાઓ વિશે અમારી સાથે વાત કરી હતી. તે પોતાનું એક ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે અને તે વિશે પણ તેણે અમને વાત કરી હતી. તે જે રીતે મહિલાઓને સપોર્ટ કરે છે અને તેમની સાથે ઉભી રહે છે તે માટે અમે તેને સલામ કરીએ છીએ.

અબુ ટાયરે ઉમેર્યું હતું કે તેણે આટલો મોંઘો ડ્રેસ પહેરીને ડ્રેસની શોભા વધારી છે. તેણે જે ઓરેન્જ કલરનો ડ્રેસ પહેર્યો છે તેની કિંમત 25 લાખ રૂપિયા છે. તેણે જે રેડ કલરનો ડ્રેસ પહેર્યો છે તેની કિંમત પણ લગભગ તેટલી જ છે.

READ ALSO

Related posts

શોધ / હેલમેટ ખતમ કરશે બ્રેન ટ્યૂમર: વૈજ્ઞાનિકોઓને મળી મોટી સફળતા, જાણો કેવી રીતે કરે છે કામ

Zainul Ansari

PHOTOS: આ છે દેશના સૌથી રહસ્યમયી મંદિરો, જ્યાં ઘટે છે અવિશ્વસનીય ઘટનાઓ: ગુજરાતનું આ મંદિર પણ છે લિસ્ટમાં

Bansari

રહસ્ય/ અંતરિક્ષમાંથી 9 તારાઓ જોતજોતામાં ગાયબ થઇ ગયા : વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા, એલિયન્સ હતા કે શું?

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!