બોલિવુડમાં પોતાના આઈટમ ડાન્સથી સૌને ચોંકાવનારી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા, પોતાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ પાગલપંતીમાં તેનો રોલ ફેન્સને પસંદ આવ્યો હતો. પણ હવે નવા વર્ષમાં તેના ડાન્સ કરવાની ફી જોઈ બોલિવુડની એ ગ્રેડ હિરોઈનો પણ ચોંકી ગઈ છે. એટલું જ નહીં સલમાન અને શાહરૂખ ખાન જેવા સ્ટાર એક્ટરોને પણ તેણે પછાડી દીધા છે.
ઉર્વશીએ એક પ્રોગ્રામમાં ઠુમકા લગાવવાના ત્રણ કરોડ રૂપિયા લીધા હોવાની ખબરો સામે આવી રહી છે. ત્રણ કરોડ રૂપિયા ઉર્વીશીને એક કલાકની પરફોર્મન્સના મળવાના છે. બોલિવુડના કોઈ પણ સેલિબ્રિટીને અત્યાર સુધીમાં 1 કલાકના પરફોર્મન્સની આટલી મોટી રકમ નથી મળી. જેથી ઉર્વશી નવા વર્ષની શરૂઆતમાં જ રેકોર્ડનો એક મોટો ફટાકડો ફોડવા જઈ રહી છે.

ઉર્વશી રૌતેલા પોતાના પરફોર્મન્સમાં હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ પાગલપંતીનો ડાન્સ કરતી જોવા મળશે તેવું સુત્રોનું કહેવું છે. આ સિવાય ટોની કક્કડના બિજલી કે તાર પર પણ તે ઠુમકા લગાવશે. તો ઋત્વિક રોશનની ફિલ્મ કાબિલના સોંગ હસીનોં કા દિવાના અને ડેડી મમ્મી જેવા ગીતો પર પણ નાચવાની છે. આ રીતે ઉર્વશીએ વર્ષની શરૂઆત પહેલા જ એક મોટો ધમાકો કરી દીધો છે. થોડા સમયમાં જ ઉર્વશી તેના ફેન્સને તિરૂટૂ પાએલ-2ની તમિલ રિમેકમાં જોવા મળશે.

જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલાએ સની દેઓલ સાથેની ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તેની પ્રથમ ફિલ્મ સિંહ સાહેબ ધ ગ્રેટ હતી. જેમાં તેણે સન્ની દેઓલની પત્નીનો રોલ પ્લે કર્યો હતો. જો કે એ ફિલ્મ બોક્સઓફિસ પર કોઈ કમાલ નહોતી કરી શકી. જે પછી ગ્રેટ ગ્રેંડ મસ્તીમાં જેવી હોરર-કોમેડી જોનરની ફિલ્મ અને બાદમાં હેટ સ્ટોરી-4માં તેના ઈન્ટિમેટ સીન્સે હેડલાઈન બનાવી હતી. 15 વર્ષની ઉંમરે મોડલિંગની શરૂઆત કરનારી ઉર્વશી મિસ યુનિવર્સમાં ભારતનું પણ પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. તેને હની સિંહનાં વીડિયો લવડોઝથી જબરદસ્ત સફળતા મળી હતી.
READ ALSO
- પશુપાલકો આનંદો/ રાજકોટ ડેરીએ સતત પાંચમી વખત કિલો ફેટના ભાવ વધાર્યા, પ્રતિ લિટર રૂ।. 50થી 62 રૂપિયા કર્યા
- નવો નિયમ/ કર્મચારીઓની બલ્લે-બલ્લે! હવે 1 વર્ષની નોકરી પર પણ મળશે ગ્રેચ્યુઇટી, સરકારે આપી જાણકારી
- સ્વાસ્થ્ય/ નાળિયેર પાણી પીયને મલાઈ ફેંકવાની ભૂલ ન કરતા, ફાયદા જાણી ચોકી જશો
- કોમર્સમાં કકળાટ યથાવતઃ કોલેજ દીઠ ખાલી બેઠકો જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ હેરાન, ત્રણ રાઉન્ડ બાદ પણ ૨૦ હજારથી વધુ બેઠકો ખાલી
- ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ