GSTV

Bollywood : માત્ર સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે ઉર્વશી રૌતેલા, જિમ રૂટિન તમને કરી નાખશે અચંભિત

Last Updated on July 30, 2021 by Vishvesh Dave

અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેના ચાહકોમાં પોતાની અદાઓનો જાદુ ફેલાવતી રહે છે. ચાહકો ઉર્વશીની એક ઝલક જોવા માટે આતુર હોય છે. આવી સ્થિતિમાં ઉર્વશી ચોક્કસપણે તમને તમારા જિમિંગ શેડ્યૂલ માટે કેટલાક ગોલ્સ આપી શકે છે. ઉર્વશી રાઉતેલા તેની બોલ્ડ ફેશન ચોઈસીસ અને ડાન્સ મૂવ્સ માટે જાણીતી છે.

અભિનેત્રીએ બી-ટાઉનમાં આઉટસાઇડર હોવા છતાં પોતાનું નામ રોશન કર્યું છે અને તેની સોશ્યલ મીડિયા પોસ્ટ્સ ખુબજ ઓછા સમયમાં વાયરલ થઈ જાય છે. ઉર્વશી રૌતેલા તેના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે સખત મહેનત કરે છે, અને તેણે તાજેતરમાં જ પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં રેઝિસ્ટન્સ બેન્ડ્સ સાથે વર્ટિકલ જમ્પ સ્ક્વોટ્સ કરી રહી છે.

ઉર્વશીએ કર્યું પોસ્ટ

ઉર્વશી રૌતેલાએ ચમકદાર ઊંચી બ્લેક લેગિંગ્સ, ગ્રીન ટેન્ક ટોપ અને બ્લેક શૂઝનો એથ્લેટિક આઉટફિટ પહેર્યો છે. ઉર્વશી રૌતેલાએ બેંડેડ સ્ક્વોટ્સની પ્રેક્ટિસ કરવાના ફાયદા પણ શેર કર્યા છે. હાલમાં તે તેની આગામી એક્શન ફિલ્મ માટે સખત તાલીમ લઈ રહી છે. ઉર્વશી રૌતેલા ટૂંક સમયમાં ગૈલ ગૈડટના ટ્રેનર મેગ્નસ લિગડબેક દ્વારા કોચિંગ માટે સ્વીડન જશે.

અહીં પોસ્ટ જુઓ

વર્ક ફ્રન્ટ પર, ઉર્વશી રૌતેલા જલ્દી જિયો સ્ટુડિયોઝની વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં રણદીપ હૂડાની સામે જોવા મળશે. અભિનેત્રી બેવડી ભાષાની રોમાંચક ફિલ્મ ‘બ્લેક રોઝ’ અને ‘થિરુટ્ટુ પાયલે 2’ની હિન્દી રિમેકમાં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે.

ઉર્વશી રૌતેલાને તાજેતરમાં ગુરુ રંધાવા સાથેના તેમના ગીત “ડુબ ગયે” માટે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને મોહમ્મદ રમઝાન સાથે “વર્સાચે બેબી” માટે પણ તેમને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. અભિનેત્રીએ જિયો સ્ટુડિયો અને ટી-સિરિસ સાથે ત્રણ-ફિલ્મનો કરાર કર્યો છે જે ઉર્વશી રૌતેલા ટૂંક સમયમાં તેના ચાહકો સાથે શેર કરશે.

ALSO READ

Related posts

ચૂંટણી/ વડોદરા APMCની ચાર બેઠક પર આજે મતદાન, ભાજપની પેનલ જીતશે કે તૂટશે ?

Bansari

ધડાકો/ રોહિત શર્માને વાઇસ કેપ્ટન પદેથી હટાવવાની પ્લાનિંગ કરી રહ્યો હતો વિરાટ કોહલી, થયો આ ચોંકવાનારો ખુલાસો

Bansari

ફ્રેશ મંત્રીમંડળ: ગઢડાના આત્મારામ પરમાર છેલ્લી ઘડીએ મંત્રીની રેસમાંથી બહાર થયા, ત્રણ દિવસથી ધામા નાખીને બેઠા હતા સમર્થકો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!