Urvashi Rautela Photo: ઉર્વશી રૌતેલા હાલના દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના રેડ કાર્પેટ લુક્સને કારણે ઘણી ચર્ચામાં છે. ફરી એકવાર તેનો અનોખી અંદાજ મીડિયા પર છવાયો છે.

ઉર્વશી રૌતેલાનો કાન્સ લુક
ઉર્વશી રૌતેલા તેની સુંદરતાને લઈને જેટલી ચર્ચામાં રહે છે, તેટલી જ તેની સ્ટાઈલ અદભૂત દેખાય છે. હાલના દિવસોમાં તે સ્ટાઈલનો જાદુ તે કાન્સમાં પણ ચલાવી રહી છે. હવે જ્યારે તે બીજા નવા લુકમાં જોવા મળી ત્યારે દર્શકો ફરી હસીનાને જોતા જ રહી ગયા.
કોઈ કહ્યું જટાયુ તો કોઈએ તોતા પરી
જો કે તેના ડ્રેસ પર આ વખતે પણ લોકોએ સવાલ ઉઠાવ્યા છે. ઉર્વશી રૌતેલા એકવાર ફરીથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળી જ્યાં તેનો અલગ અંદાજ જોવા મળ્યો. ઉર્વશીએ ગ્રીન કલરની ફેધરવાળો ડ્રેસ પહેર્યો જેની તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ફેધર ડ્રેસમાં છવાઈ ગયો લુક
આ ડ્રેસમાં ઉર્વશીને જોયા બાદ લોકોએ પણ મજેદાર કોમેન્ટ્સનો વરસાદ કર્યો. કોઈ તેને તોતા પરી કહેતું જોવા મળ્યું તો કોઈએ તેનો લુક જટાયુ જેવો કહ્યો. લોકો ઉર્વશીના કાન્સ લુક પર ચર્ચા કરતા થાકતા નથી. આ ત્રીજીવાર છે જ્યારે ઉર્વશી કાન્સમાં અલગ અંદાજમાં જોવા મળી.
ડેબ્યૂ લુકથી સૌથી વધારે ચર્ચામાં
જ્યારે સૌથી વધારે ઉર્વશી ડેબ્યૂ લુકને લઈને ચર્ચામાં રહી. ખાસકરીને પોતાના મગરવાળા નેકલેસને લઈને જેની કિંમતે બધાના હોશ ઉડાવી દીધા હતા. આ નેકલેસ લગભગ 276 કરોડનો કહેવામાં આવી રહ્યો છે.

READ ALSO
- વાહ રે વહીવટી તંત્ર! અમદાવાદના બિસ્માર રસ્તા-ભૂવાની ચિંતા છોડી 192 કોર્પોરટરો સ્ટડીટૂરના નામે કાશ્મીર સહિતના લોકેશન પર જઈ માણશે આનંદ
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’