GSTV
Home » News » ઉર્મીલા માતોડકર ભારે જનમેદની વચ્ચે શાહી અંદાજમાં ઉમેદવારી નોંધાવા પહોચ્યાં

ઉર્મીલા માતોડકર ભારે જનમેદની વચ્ચે શાહી અંદાજમાં ઉમેદવારી નોંધાવા પહોચ્યાં

એક સમયની ખ્યાતનામ અભિનેત્રી અને બાદમાં કોંગ્રેસ તરફથી રાજકારણમાં જંપ લાવનારી ઉર્મિલા માતોડકર આ વખતે લોકસભા ચૂંટણી લડી રહી છે. તેઓ નોર્થ મુંબઈમાં કોંગ્રેસ તરફથી લડી રહ્યા છે. ત્યારે અભિનેત્રી ઉર્મીલા માતોડકરે સોમવારે બાંદ્રા કલેક્ટર ઓફિસે જઈને પોતાની ઉમેદવારી નોધાવી હતી.

ઉમેદવારી નોંધાવતી વખતે તેમનો અંદાજ કંઈક અલગ હતો.તેમણે સફેદ રંગનો ડ્રેસ અને માથા પર નારંગી રંગનો સાફો બાંધ્યો હતો. Instagram પર એક ફોટો શેર કરતી વખતે ઉર્મિલાએ બધા સમર્થકો અને મીડિયાનો આભાર માન્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોડકર એ નોમિનેશન દરમિયાન 68.28 કરોડની સંપત્તિ જાહેર કરી છે. તેમની વિરુદ્ધ કોઈ ફોજદારી કેસ નથી.

ઉર્મિલાના ચૂંટણી પંચ દ્વારા દાખલ કરેલા સોગંદનામા અનુસાર 2013-14માં માતોડકરની આવક રૂ. 1.27 કરોડ હતી. જ્યારે 2017-18 માં બમણા કરતા વધુ રૂ. 2.85 કરોડની થઈ હતી. તેમની સ્થાવર મિલકત 40,93,46,474 છે અને રિયલ એસ્ટેટ મિલકત 27,34,81,000 છે.

ઉલ્લેખનીય છે કે ઉર્મિલા માતોડકર એ એમ.એ. મીર સાથે લગ્ન કર્યા છે, જે કાશ્મીરમાં રહે છે. તેમની સ્થાવર મિલકત 32,35,752.53 રૂપિયા છે અને રીઅલ એસ્ટેટ મિલકત 30,00,000 છે, આમ તેમની કુલ મિલકત રૂ. 62.35 લાખ છે.

જ્યારે મીર વ્યવસાયે એક મોડેલ અને ઉદ્યોગપતિ છે. આ ઉપરાંત, માતોડકરે 32 લાખ રૂપિયાની લોન લીધી છે. તેમની સંપત્તિમાં થાપણ, રોકડ, વાહનો અને જમીનમાં મિલકત અને અન્ય મિલકતનો સમાવેશ થાય છે. ત્યારે મુંબઈની છ લોકસભાની બેઠકોની ચૂંટણી એ ચોથા તબક્કામાં 29 એપ્રિલના રોજ યોજાશે. જણાવી દઈએ ક મુંબઈ નોર્થની સીટ હંમેશાથી બોલિવુડના સ્ટાર્સ માટે જીતની ઉમ્મીદ લઈને આવે છે. આ પહેલા આ સીટ પરથી ગોવિંદાએ ચૂંટણી લડી હતી જે ચૂંટણી જીત્યો હતો. ત્યારે આ વખતે ફરી એક વાર કોંગ્રેસે બોલિવુડ પત્તુ રમ્યુ છે.

READ ALSO

Related posts

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!