GSTV
Bollywood Entertainment Trending

VIDEO: રિલીઝ થયું ‘છમ્મા છમ્મા ગર્લ’નું કમબેક સોન્ગ ‘બેવફા બ્યૂટી’

ફિલ્મ બ્લેકમેલ દ્વારા બોલીવુડ ડીવા ઉર્મિલા માતોડકર સિલ્વર સ્ક્રીન પર વર્ષો બાદ કમબેક કરી રહી છે. મૂવીમાં તે બેવફા બ્યૂટી સોન્ગ પર થિરકતી નજરે પડી રહી છે. આ સોન્ગ રિલીઝ થઇ ગયું છે.

સોન્ગમાં ઉર્મિલા ખૂબજ એક્સપ્રેસિવ દેખાઈ રહી છે અને હલકા સ્ટેપ્સ પર ડાન્સ કરતી દેખાઈ રહી છે. આટલા વર્ષો બાદ સિલ્વર સ્ક્રીન પર ઉર્મિલાને ફરી જોવું તેના ફેંસ માટે કોઈ ટ્રીટથી ઓછુ નથી. સોન્ગનું મ્યૂઝિક ૯૦ના દશકની યાદ અપાવે છે. લિરિક્સમાં પત્નીની બેવફાઈ અને ચીટિંગને દર્શવામાં આવી છે.

એક્ટ્રેસ પોતાના ડાન્સ મૂવ્સને લઇને મશહૂર છે. પોતાના દશકમાં તેણે ઘણા ડાન્સ સોન્ગ કાર્ય છે. બેવફા બ્યૂટી સોન્ગ પાવની પાંડે દ્વારા ગાવામાં આવ્યું છે અને અમિત ત્રિવેદીએ તેને કમ્પોઝ કર્યુ છે. આ સોન્ગના બોલ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે.

ફિલ્મના ડાયરેક્ટર અભિનવ દવેએ ઉર્મિલાના આ સોન્ગ પર કહ્યું હતું કે, હું ફિલ્મમાં આ આઈટમ નંબર રાખવા માંગતો ન હતો. અમે એક એવું સોન્ગ ફિલ્મમાં રાખવા માંગતા હતા જેનું ફિલ્મમાં કોઈ વજૂદ હોય અને ફિલ્મની સ્ટોરી વર્ણવે. આ સોન્ગ માટે આઈટમ ગર્લની જરૂર ન હતી. અમને એક પરફોર્મરની જરૂર હતી. એક એવો ફેસ જોઈતો હતો જે ઘણા સમયથી ફિલ્મી પરદાથી દૂર હોય અને આવા સંજોગોમાં ઉર્મિલા આ સોન્ગ માટે એકદમ પરફેક્ટ હતી.

OMG ???? #urmilamatondkar #my_urmila

A post shared by Urmila Great Fan ? ?? (@my.urmila) on

અભિનવ દવે આ પહેલા ડેલ્હી-બેલી જેવી ફિલ્મ બનાવી ચુક્યા છે. ઈરફાન ખાન દિવ્ય દત્તા, કીર્તિ કુલ્હારી અને અરૂણોદય સિંહ પણ આ ફિલ્મમાં લીડ રોલમાં છે. ફિલ્મ ૬ એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે

Related posts

પંજાબ / મુખ્યમંત્રી માન સહિત એક મંત્રી પર માનહાનિનો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

Hardik Hingu

રાજસ્થાન / ગેહલોત-પાયલોટના ઘમાસાણ વચ્ચે પીએમ મોદીએ મોડા પડવા બદલ માફી માંગી, ‘હું ફરી આવીશ’

Hardik Hingu

સ્વચ્છ સર્વેક્ષણ 2022 / સતત છઠ્ઠી વાર ઈન્દોરે સ્વચ્છ શહેરમાં મારી બાજી, શહેરીજનોએ મીઠાઈ વેચી- ફટાકડા ફોડી કરી ઉજવણી

Hardik Hingu
GSTV