ઉર્મિલા માતોંડકરનું ફિલ્મી કરિયર આ ડિરેક્ટરને કારણ થયું બરબાદ, ભૂલી હતી ભાન

‘રંગીલા ગર્લ’ ઉર્મિલા માતોંડકર 45 વર્ષની થઈ ગઈ છે. તેણે 1977માં ફિલ્મ કર્મમાં બાળ કલાકાર તરીકે અભિનય કર્યો હતો. આ ઉપરાંત, તેમણે ઘણી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરી છે. ઉર્મિલાને શેખર કપૂરની ફિલ્મ માસૂમથી પોતાની ઓળખાણ મળી હતી. અભિનેત્રી ઉર્મિલાની પહેલી ફિલ્મ નરસિંહ્મા હતી. જે સમયે ઉર્મિલા માતોંડકર અફેરની ચર્ચા સમાચારમાં હેડલાઇન્સ બની હતી. તેના રોમાન્સના કિસ્સા ડિરેક્ટર રામ ગોપાલ વર્મા સાથે ચર્ચામાં આવ્યાં હતા. રામ ગોપાલ વર્માની દરેક ફિલ્મમાં ઉર્મિલા હતી.

માધુરી દીક્ષિતને તેમની એક ફિલ્મમાંથી હટાવી દીધી હતી

ઉર્મિલા અને રામગોપાલ વર્માના અફેરના સમાચાર તે સમયે આવ્યાં હતા જ્યારે તેણે માધુરી દીક્ષિતને તેમની એક ફિલ્મમાંથી હટાવી દીધી હતી અને ઉર્મિલાને સાઇન કરી હતી. ત્યાર પછી રામગોપાલ વર્મા પર ઉર્મિલાના પ્યારનો જાદુ ચાલ્યો હતો. જેમણે ઉર્મિલા સાથે રંગીલા ફિલ્મ બનાવી, જે સુપર હિટ પુરવાર થઈ. આ ફિલ્મ પછી ઉર્મિલા રંગીલા ગર્લ તરીકે ઓળખાવા લાગી હતી. જ્યારે રામ ગોપાલ વર્માના કારણે તેનું કરિયર ઊંચાઈએ પહોંચ્યુ અને તેજ રામગોપાલ વર્માના કારણે ઉર્મિલાનું ફિલ્મ કરિયર બરબાદ થયું છે તેમ કહેવાય છે. રામ ગોપાલ વર્માની ફિલ્મો કરવા માટે ઉર્મિલાએ અન્ય ઘણા દિગ્દર્શકોને ના પડી હતી.

બોલીવુડ દિગ્દર્શકોએ ફિલ્મમાં ઉર્મિલા લેવાનો ઇનકાર કર્યો

ઘણા લોકોને બોલીવુડમાં રામ ગોપાલ વર્મા સાથે બનતું ન હતું. રામ ગોપાલ વર્માને લીધે ઘણા બોલીવુડ દિગ્દર્શકોએ ફિલ્મમાં ઉર્મિલા લેવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં, જ્યારે રામ ગોપાલ વર્માએ તેમની ફિલ્મોમાં ઉર્મિલા લેવાનું બંધ કર્યું ત્યારે તેને કોઈ ટેકો મળી શક્યો નહીં. ઉર્મિલાનું ફિલ્મ કરિયર બરબાદ થઈ ગયું હતું અને પછી તે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ હતી.

ઉર્મિલાના પતિનું નામ મોહસીન અખ્તર મીર

ફિલ્મોથી દૂર થયા પછી ઉર્મિલાએ 42 વર્ષની વયે તેનાથી નવ વર્ષ નાના એક છોકરા સાથે લગ્ન કર્યા હતા. ઉર્મિલાના પતિનું નામ મોહસીન અખ્તર મીર છે, જે કાશ્મીરમાં એક મોડેલ અને ઉદ્યોગપતિ છે. ઉર્મિલા છેલ્લે બ્લેકમેલ ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં તેણે આઇટમ નંબર કર્યું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter