GSTV
Home » News » ચૂંટણી પ્રચાર માટે અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે માગી બૉલિવૂડ સ્ટાર્સ પાસેથી મદદ

ચૂંટણી પ્રચાર માટે અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે માગી બૉલિવૂડ સ્ટાર્સ પાસેથી મદદ

બૉલિવૂડની ગ્લેમરેસ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર થોડા સમય પહેલા કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ છે. ઉર્મિલા ઉતર મુંબઈથી લોકસભાની ચૂંટણી લડવાની છે. ઉર્મિલાએ ચૂંટણી પ્રચાર માટે બૉલિવૂડના કલાકારો પાસે મદદની અપીલ કરી છે. તેમણે જણાવ્યું,

“જોવાનું એ છે કે કેટલા લોકો તેમની મદદ કરે છે. જો કોઈ આવશે તો ઘણું સારું અને નહીં આવેતો પણ ઠીક છે.”

Urmila

ઉર્મિલા માતોંડકરે પોતાના ચૂંટણી પ્રચાર સમયે કહ્યું,

“ફિલ્મી જીવન જીવવું અઘરું છે અને એક નેતા તરીકેનું જીવન બહુ જ કઠીન છે. તેમાં ડગલે ને પગલે પડકારો હોય છે. હું જે પણ ક્ષેત્રમાં જઉં છું ત્યાં પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરું છું.”

READ MORE:

જ્યારે કોઈએ ઉર્મિલાને સવાલ કર્યો કે તેને લોકો મત કેમ આપે, તેના જવાબમાં ઉર્મિલા કહે છે,

“મારી ઈમાનદારી એ જ મારું કાર્ય છે. આ જ કારણે હું લોકોના હ્વદય સુઘી પહોંચી અને મને આશા છે કે લોકો મને પસંદ કરશે.”

ઉર્મિલાનો મુકાબલો ભાજપના ગોપાલ શેટ્ટી સાથે છે. 2014માં ગોપાલ શેટ્ટીએ કોંગ્રેસનાં સંજય નિરુપમને હરાવ્યા હતા. આ લોકસભાની ચૂંટણી સંજય નિરુપમ ઉતર-પૂર્વ સીટથી લડશે. કોંગ્રેસનાં ઘણાં બધાં નેતાઓએ ઉતર મુબંઈની સીટ પરથી ચૂંટણી લડવાની ના પાડી. ત્યારબાદ આ સીટ પરથી ઉર્મિલા માતોંડકરને લડવાનો મોકો મળ્યો છે.

Related posts

આવી પત્નીઓ હંમેશા પોતાના પતિથી રહે છે દુખી, આ છે કારણ

Bansari

અંતિમ સંસ્કાર દરમિયાન અચાનક મૃતદેહ હલવા લાગ્યો અને…ડરીને આમતેમ ભાગવા માંડ્યા લોકો

Bansari

મિત્રનો બર્થ ડે સેલિબ્રેટ કરવા ગયેલા હૉકીના 4 નેશનલ પ્લેયર્સના માર્ગ અકસ્માતમાં મોત, 3 ઘાયલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!