GSTV
Home » News » ઉર્મિલા માતોડકરે કોંગ્રેસ છોડવાનું કારણ જણાવ્યું, : ‘આંતરિક ખટપટ’

ઉર્મિલા માતોડકરે કોંગ્રેસ છોડવાનું કારણ જણાવ્યું, : ‘આંતરિક ખટપટ’

ઉત્તર મુબંઇમાંથી કોંગ્રેસની ટિકિટ પર લોકસભા લડેલી ફિલ્મ અભિનેત્રી ઉર્મીલા માંતોડકરે પક્ષમાં આંતરિક ખટપટ હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. આજે  મુંબઇ પ્રદેશ કોંગ્રેસના  પ્રમુખ મિલિંદ દેવરાને લખેલા પત્રમાં તેમણે આ વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે ઉત્તર મુંબઇના લોકસભાના ઉમેદવાર તરીકે તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં શરૂઆત કરી હતી. એમ માનવામાં આવે છે કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં માંતોડકરના રાજીનામાથી અસર પડશે.પક્ષમાં જે જુથવાદ વકરી રહ્યો છે તેને મુખ્ય કારણ ગણાવ્યું હતું.

‘ દેખીતી રીતે જ મુંબઇ કોંગ્રેસના મુખ્ય હોદ્દેદારોને કાંતો સક્ષમ નથી કે પછી પક્ષમાં ફેરફાર માટે તેઓ પ્રતિબધ્ધ નથી.પક્ષમાં સુધાર લાવવા માટે તેઓ ગંભીર હોય એવું દેખાતું નથી’એમ માધ્યમોને મોકલેલા પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું.

તેમણે વધુમાં લખ્યું હતું કે મુંબઇ કોંગ્રેસમાં મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવાને બદલે તેઓ પક્ષની અંદર જ ખેંચાખેંચ કરે છે અને તેમ કરવામાં તેઓ મારો ઉપયોગ કરે છે. માટે આવા સ્થાપિત હિતો સાથે કામ કરવા મારી આત્મા ડંખે છે. તેમણ એમ કહ્યું હતું કે હું કોંગ્રેસમાં છેતરાઇ હતી.

લોકસભામાં ભાજપના ગોપાલ શેટ્ટી સામે ઉત્તર મુંબઇથી ચૂંટણી હારી ગયેલા મોતોંડકરે પોતે પક્ષમાં ખુશ નહતી એમ પણ લખ્યું હતું.  ઉલ્લેખનીય છે કે મિલિંદ દેવરાએ પણ ગયા સપ્તાહે હોદ્દા પરથી રાજીમાનું આપ્યું હતું. અગાઉ તેમણે દેવરાને લખેલા પત્રમાં જે ફરીયાદ કરી હતી તેની જરાય કાર્યવાહી કરાઇ ન હોવાનું પણ તેમણે આક્ષેપ કર્યો હતો. પક્ષ પ્રમુખને લખેલો પત્ર માધ્યમોમાં કેવી રીતે પહોંચી ગયો તે અંગે પણ તેમણે સવાલ કર્યો હતો.

READ ALSO

Related posts

ભાજપના આ સાંસદ સાથે થયો જાતિગત ભેદભાવ, ગામમાં પ્રવેશ ન અપાતા મામલો બીચક્યો

Nilesh Jethva

દિગ્ગી રાજાનાં બોલ બગડ્યા: ભગવા વસ્ત્રો પહેરતા લોકો વિશે આપ્યું વિવાદીત નિવેદન

Riyaz Parmar

જન્મદિવસ પર માતા હિરાબાને મળ્યા પ્રધાનમંત્રી મોદી, કાંસાની થાળીમાં માતા સાથે લીધું ભોજન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!