GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ઉર્જિત પટેલે આ કારણોસર આપ્યું રાજીનામું, મોદી સરકાર સાથે હતો વિવાદ

ઉર્જિત પટેલે આરબીઆઈ ગવર્નર પદેથી સોમવારે અચાનક રાજીનામુ આપી દીધું. તેમણે કહ્યું હતું કે અંગત કારણોસર તેમણે આ કદમ ઉઠાવ્યું છે. સ્વાયત્તતા અંગે આરબીઆઈ અને સરકાર વચ્ચે અનેક મહિનાથી તણાવ હતો. ફાઈનાન્સિયલ સિસ્ટમની ગરબડોને દૂર કરવાની આરબીઆઈની જીદથી પણ તકરાર વધી રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આરબીઆઈ બોર્ડની ગત મીટિંગમાં એવું લાગી રહ્યું હતું કે તણાવ ઘટી ગયો છે પણ એવુ મનાય છે કે બોર્ડ ઓફ ફાઈનાન્સિયલ રિવિઝનની ગત સપ્તાહે થયેલી મીટિંગમાં નબળી બેન્કોને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન ફ્રેમવર્કમાં રાખવાના પટેલના આકરા વલણ અને આ નિયમમાં રાહતની માગ અંગે સરકાર સામે અડગ રહેવાથી રાજીનામુ આપવાની નોબત આવી. આડેધડ લોન આપીને પોતાની બેલેન્સશીટ નબળી કરી દેનાર બેન્કોની હાલત સુધારવા માટે આરબીઆઈએ તેમને પીસીએમાં મૂકી દીધી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે નિર્ણય કરવામાં આરબીઆઈના મુકાબલે તેના બોર્ડને વધુ અધિકાર આપવા અંગે સરકાર પર ભાર દેવો એ પણ રાજીનામાનું કારણ બની શકે છે. આ બોર્ડમાં આરબીઆઈ અને સરકારના નોમિની હોય છે. ઈન્ટરેસ્ટ રેટ વધારવાથી લઈને નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસી) માટે લિક્વિડિટી (કેશ)ના ઉપાયો સુધી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) અને સરકારની વચ્ચે સંબંધો યોગ્ય નહોતા. ઉર્જિત પટેલ આરબીઆઈના વ્યાપમાં આવતા મુદ્દે સરકાર સાથે વધુ વાતચીત કરવાનું પસંદ કરતા નહોતા અને તેનાથી મામલો વધુ બિચક્યો હતો.

આરબીઆઈ અને સરકાર વચ્ચે તકરાર એટલા માટે વધી હતી કે રિઝર્વ બેન્કના મતે એનબીએફસી સંકટ પછી લિક્વિડિટી મેનેજમેન્ટ, નબળી બેન્કો માટે નિયમો, ડિફોલ્ટના ડિસ્ક્લોઝર નોર્મ્સ જેવા મુદ્દે સરકાર તેને દબાવી રહી છે. નિષ્ણાતોનાં કહેવા પ્રમાણે, ઈકોનોમિક અફેર્સ સેક્રેટરી સુભાષચંદ્ર ગર્ગનું એક અલગ પેમેન્ટ રેગ્યુલેટરી બોર્ડ બનાવવાનું સૂચન પણ આરબીઆઈને પસંદ નહોતું. કેન્દ્રીય બેન્કો અને સરકારો વચ્ચે મતભેદ કોઈ નવી વાત નથી. આવા ઉદાહરણો ભારતમાં જ નહીં પણ અનેક દેશોમાં પણ જોવા મળ્યા છે. તેમાં અમેરિકન ફેડરલ રિઝર્વનો સરકાર સાથે વિવાદ પણ સામેલ છે.

આર્જેન્ટિનાની સેન્ટ્રલ બેન્કના હેડ માર્ટિન રેડ્રેડોએ 2010માં સરકાર દ્વારા દબાણના વિરોધમાં રાજીનામુ આપ્યું હતું. સોમવારે ઉર્જિત પટેલ રાજીનામુ આપનારા આરબીઆઈના બીજા ગવર્નર બની ગયા. આ અગાઉ 1950ના દાયકામાં નહેરૂ સરકારના શાસનમાં તત્કાલીન નાણાં મંત્રી ટી ટી કે કૃષ્ણમાચારી સાથે મતભેદોના કારણે બેનેગલ રામા રાવે રાજીનામુ આપ્યું હતું. હાલના વિવાદમાં સરકાર તરફથી આરબીઆઈ એક્ટની કલમ-7 લાગુ કરવાની ચાલેલી અટકળોના કારણે પટેલ ખૂબ દબાણમાં હતા.

આ કલમ અંતર્ગત સરકાર આરબીઆઈને નિર્દેશ જારી કરી શકે છે. પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન ઓક્ટોબર 2016માં રેપોરેટમાં એક વાર ઓક્ટોબર 2016માં કાપ મૂક્યો હતો અને ઓગસ્ટ 2017થી તેમાં 0.25 ટકાની ત્રણ વખત વૃદ્ધિ કરી હતી. જો કે સરકાર ઈકોનોમિક ગ્રોથ વધારવા માટે ઋણ વધારવાના હેતુથી રેપોરેટમાં વધારો ઈચ્છતી નહોતી.

Read Also 

Related posts

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જી 7 સમિટને સપ્ટેમ્બર સુધી ટાળી, જૂનમાં યોજાનારી સમિટ સ્થગિત

pratik shah

રેડ ઝોન ગોમતીપુર: મ્યુનિ.દ્વારા એક્સપારી દવાઓ અપાતી હોવાનો આક્ષેપ, સ્થાનિ કોર્પોરેટરે મ્યુનિ કમિશ્નરને પત્ર લખતા મચ્યો ફફડાટ

pratik shah

ઘરે પહોંચે પહેલાં મોત વહેલું પહોંચ્યું : શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં જ 80 લોકોનાં થયાં મોત, થયો મોટો ખુલાસો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!