GSTV
Home » News » ‘ઉરી’ સર્જિકલ સ્ટ્રાઇક : પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ, જુઓ વિક્કી કૌશલની ફિલ્મનું ધમાકેદાર Trailer

‘ઉરી’ સર્જિકલ સ્ટ્રાઇક : પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ, જુઓ વિક્કી કૌશલની ફિલ્મનું ધમાકેદાર Trailer

સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી ફિલ્મ ‘ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇક’નું ટ્રેલર રિલિઝ થઇ ગયું છે. ફિલ્મનું ડાયરેક્શન આદિત્ય ઘરે કર્યુ છે. વિક્કી કૌશલ, યામી ગૌતમ, પરેશ રાવલ જેવા કલાકારો મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

ટ્રેલર રિવ્યુ

ટ્રેલરમાં એક્શન અને ઇમોશન બંને જોવા મળે છે. વિક્કી કૌશલ સૈનિકના રોલમાં શાનદાર અદાકારી કરતાં નજરે પડે છે. ફિલ્મના ઘણાં ડાયલૉગ દમદાર છે. 2 મિનિટ 24 સેકેન્ડના ટ્રેલરમાં તમને દેશભક્તિ જ જોવા મળે છે. પાડોશી દેશના નાપાક ઇરાદાઓને અસફળ બનાવવામાં શહીદ થયેલા જવાનોના પરિવારોનું દુખ પણ ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું છે.

સ્ટોરી

ફિલ્મ 2 વર્ષ પહેલાં કાશ્મીરના ઉરીમાં આર્મી બેઝ કેમ્પ પર થયેલા હુમલા પર આધારિત છે. ફિલ્મ 11 જાન્યુઆરી 2019ના રોજ રીલીઝ થશે. જણાવી દઇએ કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 19 જવાનો શહીદ થયાં હતા. જવાનોની શહાદત બાદ દેશભરમાં હાહાકાર મચી ગયો હતો.

18 સપ્ટેમ્બર 2016ના રોજ કાશ્મીરના ઉરી બેઝ કેમ્પ પર હુમલો કરી આતંકીઓએ આપણા 19 જવાનોને શહીદ કર્યા હતા. પરંતુ કદાચ તેવું પહેલીવાર બન્યું હશે જ્યારે જવાનોની શહીદી પર સમગ્ર દેશ લાલધુમ થયો હોય. જે પછી સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક જેવું ઐતિહાસિક પગલું લઇને પોતાના આ જવાનોની શહીદીનો બદલો લીધો હતો.

Read Also

Related posts

IPLની બ્રાન્ડ વેલ્યૂમાં ધરખમ વધારો: આ બની ટૂર્નામેન્ટની સૌથી કિંમત ટીમ, શાહરૂખને મોટુ નુકસાન

Bansari

Jioનો ધડાકો: આ પ્લાનમાં દરરોજ મળશે 5GB હાઇસ્પીડ ડેટા, કિંમત માત્ર 149 રૂપિયાથી શરૂ

Bansari

વીજળી વિભાગના અધિકારીને દંડ ફટકારતાં પોલીસ સ્ટેશનનું કનેક્શન જ કટ, જેવા સાથે તેવા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!