ઉરી ફિલ્મ મેકરે ખાલી ફિલ્મ બતાવીને નામ કમાવાને બદલે શહીદ પરિવારોને કરી 1 કરોડની સહાય

લોકો પોત પોતાનાં લેવલ પર શહીદોનાં પરિવારને મદદ કરતા જોવા મળે છે. અમિતાભ બચ્ચને પણ ઘોષણા કરી હતી કે તે આ હુમલામાં શહીદ થયેલા પરિવારોને 2.5 કરોડ આપશે. હવે સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત ફિલ્મ ઉરીની ટીમ શહીદોના પરિવારોને એક કરોડ આપવાની જાહેરાત કરી છે. ઉરી ફિલ્મના પ્રોડ્યુસર રૉની સ્ક્રુવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે ટીમ ઉરી આર્મી ફેમિલી વેલફેર ફંડને એક કરોડ રૂપિયા આપે છે. અમે એ પણ સુનિશ્ચિત કરશે કે આ રકમ પુલવામા હુમલામાં શહીદ થયેલા પરિવારને મળ્યા. અમે લોકોથી પણ રિકેવેસ્ટ કરીએ છીએ કે તે પણ આ મુશ્કેલીના સમયમાં જવાનોનો સાથ આપે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં થયેલા આ હુમલા બાદ સામાન્ય લોકોથી લઇને સેલેબ્સમાં પણ ખૂબ ગુસ્સો છે. કેટલાક સેલિબ્રિટીસે આ હુમલાને લઇને આપત્તિ વ્યક્ત કરી છે અને સરકારથી કડક પગલા ઉઠાવવાની માંગ કરી છે. પુલવામામાં થયેલા હુમલા બાદ ફિલ્મના લીડ હીરો વિક્કી કૌશલે પણ જવાનોને શ્રંદ્ધાજલી આપી હતી. વિક્કી કૌશલે સોશિયલ મીડિયા પર લખ્યું હતું. આતંકી હુમલાની ખબર સાંભળી દુખી અને સદમામાં છું. સીઆરપીએફના તે બહાદુર શહીદ જવાનોના પરિવાર માટે મારુ દિલ ભરાઇ ગયું છે. સરકાર પાસે અપીલ છે કે તેનો તાબડતોડ જવાબ આપે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter