GSTV
Home » News » URI REVIEW : ભારતની બેસ્ટ વોર ફિલ્મ હજુ પણ ‘બોર્ડર’ જ છે

URI REVIEW : ભારતની બેસ્ટ વોર ફિલ્મ હજુ પણ ‘બોર્ડર’ જ છે

દેશ ભક્તિની ફિલ્મોના ગીતો ભારતમાં ચાલે છે પણ ફિલ્મો ચાલતી નથી. આ પહેલાથી ચાલતુ આવતું હતું અને હજુ પણ કોઇ ફર્ક નથી પડ્યો. બોર્ડર એ ભારતની એકમાત્ર સારી કહી શકાય તેવી વોર ફિલ્મ છે અને ત્યારપછી ભારતમાં કોઈ વોર ફિલ્મો બની નથી તેવું લોકોને લાગી રહ્યું છે. આ બની નથી સાથે સંંબંધ રાખી ઉરીના રિવ્યુને વાંચવાની શરૂઆત કરજો.

કહાની જે તમને ખબર છે

ફિલ્મની શરૂઆત એક સીનથી થાય છે. જ્યાં એક નાનકડી છોકરી છે. મેજર વિહાર શેરગિલની ભત્રીજી. જે મેજરને તેમની બટાલીયનનો વોર ક્રાઈ સંભળાવી રહી છે. વોર ક્રાઈ એટલે કે યુદ્ધ દરમિયાન લગાવવામાં આવતા નારા. બાળકીનો અવાજ ધીમો છે એટલે મેજર તેને સમજાવે છે. વોર ક્રાઈ એવી હોવી જોઈએ કે સૈનિકોની રગોમાં લોહી દોડવા લાગે. આ જ વિચારને થ્રૂ આઉટ ડિસપ્લે કરે છે ઉરી.આ ફિલ્મ વિશે તો તમામ લોકો જાણે છે કે ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક અંગે છે. અહીંથી એ કહી દેવું ઉચિત લાગે છે કે ઘટનાઓનું ફિક્શનલ એકાઉન્ટ છે. અસલી કિરદારોની કહાની નથી. જો તમે અસલી કિરદારો અને બાયોપિકનો ઝંડો લહેરાવી ફિલ્મ જોવા જવાનું વિચારતા હો તો બિલ્કુલ રહેવા દેજો. મેજર વિહાન શેરગિલ એક ફિયરલેસ આર્મી મેન છે. જે ખતરનાક મિશન્સને પોતાની કાબેલિયતથી તેના અંજામ સુધી પહોંચાડવા માટે મશહૂર છે. નોર્થ ઈસ્ટમાં આતંકીઓનું મોટું નેટવર્ક તબાહ કરી તે સરકારની નજરમાં હિરો બની ગયો છે. પણ હવે તે બિમાર માતાની સેવા માટે રિટાયર્ડ થવા માગે છે. પણ ત્યાં પ્રધાનમંત્રી આવી જાય છે અને બોલે છે, દેશ પણ આપણી માં છે. આ વાક્યથી મેજર સાહેબનું લોહી ઉકળવા માંડે છે અને તે માત્ર ટ્રાન્સફરથી સંતોષ માની લે છે. આ ડાઈલોગ જ ફિલ્મની કમી છે. જો ફિલ્મ મેકર્સ ડાઈલોગની જગ્યાએ થ્રીલર બનાવવા પર વધારે ધ્યાન આપેત તો ફિલ્મ વર્ષની શરૂઆતમાં હિટ નહીં તો સેમી હિટ તો બની જ જાત. મેજર સાહેબનું પોસ્ટિંગ દિલ્હીમાં થઈ જાય છે. ત્યાં ઉરીમાં પાકિસ્તાનીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે. સરકાર કે સેના એક નવો પ્લાન લઈ આવે છે. સર્જિકલ સ્ટ્રાઈક. આ મિશનને લીડ કરવા માટે મેજર વિહાન શેરગિલની પસંદગી કરવામાં આવે છે. 18 સપ્ટેમ્બર 2016માં ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી અને આગળની કહાની ટ્રેલર અને અડધી સત્તાપક્ષ અને વિપક્ષના કારણે તમને ખ્યાલ જ છે.

થ્રીલર ગાયબ થઈ ગયું

ફિલ્મમાં થ્રીલર હોવું જોઈએ. હોલિવુડની આવા પ્રકારની ક્રાઈમ ડ્રામા અને વોર ફિલ્મો જુઓ તો તેમાં થ્રીલર કુટી કુટીને ભર્યું હોય છે. અહીં તો થ્રીલર સરકારના વાયદાઓ હોય તેમ ગાયબ થઈ ગયું છે. તેની જગ્યાએ સંવાદો પર ડાયરેક્ટરે વધારે ફોક્સ કર્યું છે. એક રીતે ફિલ્મ ઉરીની જગ્યાએ ગદ્દર બનતી દેખાઈ છે. ઓપરેશન દરમિયાન અને ઓપરેશન થતું હોય ત્યારે જે પ્રકારનું ટેન્શન હોવું જોઈએ તે તો ગાયબ છે. કદાચ આખી સ્ટોરી તમને ખ્યાલ જ છે કે ભારત જીતવાનું જ છે એટલે આવી થ્રીલ મહેસૂસ થતી નથી. તો પછી ફિલ્મ બનાવવાનો શું ફાયદો ?આમ તો અમેરિકન સ્નાઈપર ફિલ્મની સ્ટોરી આખા અમેરિકા સહિત બુક લખાઈ તો બુક વાંચનારાઓને પણ ખ્યાલ હતી. છતા ક્લિન્ટ ઈસ્ટવુડે મસ્તમજાની થ્રીલર બનાવી હતી કે નહીં ? પણ ઉરીમાં થ્રીલરની દાળને તો એવી રીતે બાળી નાખવામાં આવી છે કે હવે ખાલી મરી મસાલો જ દેખાઈ છે. જે ખાવ તો મોઢું કળવું જ થઈ જવાનું.

એક ઈત્તેફાક જરૂરી હૈ સનમ

કેટલીક ચીજો હજમ જ નથી થતી. આવડુ મોટું મિશન એક ઈત્તેફાક કેવી રીતે હોઈ શકે. અહીં સિનેમેટિક લિબર્ટીનો કંઈક વધારે જ ઉપયોગ કરી નાખવામાં આવ્યો છે. જ્યારે સલમાન ખાનની ફિલ્મ હોય. એટલે ફિલ્મ સલમાન ખાનની હોય તેવુ વધારે ફિલ થાય છે. જો કે ફિલ્મમાં સલમાનની હાજરી હોત તો એકલો જ ત્યાં જ ઉરી અટેક મિશનને પૂર્ણ કરી આવેત.

સ્ટારકાસ્ટ નામની કામની નહીં

ફિલ્મમાં કોઈ હાઈ લેવલની સ્ટારકાસ્ટ નથી. યામી ગૌતમ નામ પૂરતી છે. કીર્તિ કુલ્હારી જેવી સારી એક્ટ્રેસનું આ ફિલ્મમાં કંઈ કામ નથી. પરેશ રાવલ અને રજત કપૂર કામ તો સારું કરે છે પણ તેમને એટલો સ્કોપ નથી મળ્યો. ફિલ્મમાં તમને મોહિત રૈના અને વિકી કૌશલ જ પ્રભાવિત કરે છે. મોહિત રૈના આર્મી મેનના રોલમાં રફ એન્ડ ટફ લાગે છે. વિકી કૌશલ કરતા પણ. એક્શન સિન્સમાં વિકી કૌશલ સિવાય તમે કોઈની કલ્પના ન કરી શકો. હા વિદ્યુત જામવાલ હોત તો વધારે મઝા આવી શકેત પણ એક્ટિંગ વાઈઝ અને પરફોર્મન્સના કારણે પણ વિકી કૌશલ ફિલ્મમાં બેસ્ટ છે. પણ આ વખતે વિકી કૌશલે એક્ટિંના નામ પર ગળુ ફાડી ફાડીને ડાઈલોગ બોલ્યા છે જેથી અવાજ તો નથી દબાયો પણ એક્ટિંગ સ્કિલ સ્ક્રિન પર દબાઈ ગઈ છે.

ટાઈમપાસ માટે જોવી

જે.પીદત્તાની બોર્ડર ભારતની સૌથી બેસ્ટ વોર ડ્રામા ફિલ્મ હતી. ખૂદ જે.પી પોતાની બીજી ફિલ્મો બોર્ડર જેટલી શાનદાર નથી બનાવી શક્યા. બોર્ડરમાં તો યુદ્ધ સિવાય જવાનોની પર્સનલ લાઈફ પર પણ ફોક્સ કરવામાં આવ્યું હતું. એ હિસાબે ઉરી ખૂબ જ નબળી છે. માત્ર મનોરંજન કે ટાઈમપાસ કરવું હોય તો જોઈ શકશો.

READ ALSO

Related posts

RTI એક્ટને લઈને સુપ્રિમ કોર્ટે RBI સામે કરી લાલ આંખ

Mansi Patel

1 મેથી આધાર કાર્ડ વિના પણ ખરીદી શકાશે સિમ કાર્ડ, એક ક્લિકે જાણો નવો નિયમ

Bansari

મહાગઠબંધન પર પીએમનું નિશાન, વડાપ્રધાન બનવા માટે લાંબી લાઈન લાગી છે

Arohi