GSTV
Home » News » પુલવામા-ઉરી હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ પાકિસ્તાનમાં ઝડપાયો

પુલવામા-ઉરી હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ પાકિસ્તાનમાં ઝડપાયો

પુલવામા, ઉરી અને મુંબઇ હુમલા સહિત ભારતમાં અનેક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઇદને લઇને મોટી ખબર સામે આવી રહી છે. હાફિઝને પાકિસ્તાનમાં ઝડપી પાડવામાં આવ્યો છે. તેને હાલ ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે. ટેરર ફંડિંગ મામલે પંજાબ પોલીસના આતંકવાદી વિરોધી વિભાગે તેની લાહોરથી ધરપકડ કરી છે. હાલ તેને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યો છે.

સીટીડીએ હાફિઝ સઇદ સહિત જમાત-ઉદ-દાવાના 13 નેતાઓ વિરુદ્ધ 23 કેસ નોંધ્યા હતાં. સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે કેસ નોંધાયા બાદ તેની ધરપકડની કાર્યવાહી તેજ થઇ ગઇ હતી. હાફિઝને લાહોરથી ગુજરાંવાલા જતી વખતે સીટીડીએ ઝડપી પાડ્યો છે. તેણે પોતાની ધરપકડ વિરુદ્ધ કોર્ટમાં જવાની વાત કહી છે.

મુંબઈ હુમલાની ઘટનાને અંજામ આપનાર આતંકી હાફિઝ સઈદની પાકિસ્તાનના લાહોરથી ધરપકડ કરવામાં આવી.. હાફિઝ લાહોરથી ગુજરાંવાલા જઈ રહ્યા હતો ત્યારે પંજાબની કાઉન્ટર ટેરેરિઝમ ડિપાર્ટમેન્ટે તેની ધરપકડ કરી. હાફિઝની ધરપકડ બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ધરપકડ બાદ હાફિઝે જણાવ્યુ હતુ કે, આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવશે.

 મહત્વપૂર્ણ છે કે, હાફિઝ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. આ ઉપરાંત તેણે ભારતમાં અનેક આતંકવાદી હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે. ત્યારે હાફિઝની ધરપકડ પણ અનેક શંકા ઉપજાવી શકે છે. કેમ કે, પાકિસ્તાન સરકાર આઈએસઆઈ અને હાફિઝ જેવા આતંકવાદીઓની શહથી ચાલી રહી છે.

હાફિઝ સઇદને સંગઠન જમાતઉદ-દાવાના લશ્કર-એ-તૈયબાનો મુખ્ય ચહેરો માનવામાં આવે છે. 2008ના મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ સઇદ જ છે. સઇદને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવામાં આવ્યો છે. તેના પર 10 મિલિયન અમેરિકન ડોલરનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે.

Read Also

Related posts

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari

તુઘલકાબાદમાં ભડકેલી હિંસાના પગલે ભીમ આર્મીના ચીફ સહિત 91 લોકોની ધરપકડ

Mayur

આ યુનિવર્સિટીમાં એવી રેગિંગ થઈ કે 150 વિદ્યાર્થીઓના મુંડન કરાવી નાખ્યા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!