GSTV
Photos Trending

ઉર્ફી જાવેદનો અતરંગી અવતાર, શરીર પર ના લગાવવાની જગ્યાએ લગાવ્યા ફૂલ; યુઝર્સ ભડક્યા

સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદે ફેશન ઈન્ડસ્ટ્રીમાં નવા બેન્ચમાર્ક સેટ કર્યા છે. ઉર્ફીએ આ વખતે જે નવું ગતકડું અજમાવ્યું છે તેને જોઈને સૌ કોઈની આંખો ચાર થઈ ગઈ છે. ઉર્ફી જાવેદના આ બેબાક અંદાજને જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ચોંકી ઉઠ્યા છે. આ નવા અંદાજમાં ઉર્ફી શરીર પર વસ્ત્રો ધારણ કરવાના બદલે તેને માત્ર ફૂલ વડે સજાવેલી સ્થિતિમાં જોવા મળી રહી છે.

ઉર્ફીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના આ નવા અવતારનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, તેણે માત્ર તેના સ્કીન ટોનને મેચ થતી ન્યૂડ શોર્ટ્સ જ પહેરી છે જે સરખું ધ્યાન આપવાથી જ જોઈ શકાય છે. તે સિવાય તેણે શરીર પર એક પણ વસ્ત્ર નથી પહેરેલું.

રંગીન ફૂલો વડે શણગાર

ઉર્ફીએ પોતાના આ લુકને રંગીન ફૂલો વડે કમ્પ્લીટ કર્યો છે. આ સાથે જ તેણે વાળની એક લાંબી લટ કાઢી છે અને બાકીના વાળને પોની વડે બાંધ્યા છે. વીડિયોમાં તે માત્ર પોતાના ફેસ એક્સપ્રેશન ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

ભડકી ઉઠ્યાં યુઝર્સ

ફેશન મામલે ટ્રેન્ડસેટર ઉર્ફીના આ નવા લુકમાં યુઝર્સ કોમેન્ટ્સનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. અનેક લોકોએ તેના આ નવા લુકને વખાણ્યો છે પરંતુ ઘણાં યુઝર્સ તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

Read Also

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV